Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પરિણીતા સગીર બાળકોને ભરણ પોષણ ચુકવવા પતિને કોર્ટનો આદેશ

રાજકોટઃ પરિણીતા સ્ત્રીએ પોતાના પતિ સામે ભરણપોષણ મેળવવા કરેલ અરજીને નામદાર કોર્ટે મંજુર કરી માતા તથા સગીર સંતાનોને રૂ.૬૦૦૦ ભરણપોષણ ચુકવવાનો આદેશ આપેલ છે.

આ કેસની વિગત મુજબ સંતકબીર રોડ પર રહેતા વેજીબેનના લગ્ન જસદણના ભાડલા મુકામે લાલજીભાઇ કમાભાઇ ખટાણા સાથે થયેલ. લગ્નજીવન દરમિયાન પુત્ર આયુષ અને ઝલકનો જન્મ થયેલ. લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા દૂખ ત્રાસ આપવાનું ચાલુ થતા અને છેવટે અરજદારને સગીર બાળકો સાથે પહેરેલ કપડે કાઢી મુકેલ જેથી પરિણીતા તેના પિયરમાં રહેવા લાગેલ અને તેમના એડવોકેટ રેખાબેન લીંબાસીયા દ્વારા ફેમીલી કોર્ટમાં પોતાના પતિ સામે ભરણપોષણ મેળવવા અરજી  કરી હતી.

આ કેસમાં વચગાળાની અરજીમાં એડવોકેટ રેખાબેનની દલીલો ધ્યાને લઇ ફેમીલી કોર્ટે મુળ કેસ ચાલે ત્યાં સુધી વચગાળાની અરજી દાખલ તારીખથી પતિએ પત્નીને માસીક રૂ.૩૦૦૦ અને સગીર બંને સંતાનોને ૩૦૦૦ મળી કુલ છ હજાર ભરણપોષણ ચુકવવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં વેજીબેનના વતી એડવોકેટ રેખાબેન એન. લીંબાસીયા તથા નિમિતા આર. કોઠીયા રોકાયા હતા. (૧૧.પ)

(2:47 pm IST)