Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ગૌમાતા સ્વાસ્થ્ય દાતા : ૬ મે ના રાજકોટમાં ઉત્તમ મહેશ્વરીનો 'ગૌજ્ઞાન સેમીનાર'

પંચગવ્યથી બિમારીના ઇલાજ અંગે માર્ગદર્શન અપાશે : રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ તા. ર : આજના ભેળસેળવાળા યુગમાં લોકોને શુધ્ધ ગીર ગાયનું દુધ પહોંચાડવા વૈદિક સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ઋતુ મુજબ કયો ખોરાક લેવાથી સ્વાસ્થ્ય જળવાઇ રહે તે અંગે તેમજ ગાયના પંચગવ્યના ઉપયોગથી બીમારીનો ઇલાજ કઇ રીતે કરી શકાય તેની માહીતીનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. આ સંદર્ભે આગામી તા. ૬ ના રવિવારે બપોરે ૩ વાગ્યે હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે 'ગૌજ્ઞાન સેમીનાર' યોજવામાં આવેલ છે. જેમાં ગૌવિજ્ઞાનિક ઉત્તમ મહેશ્વરી તેમજ જસદણ સ્ટેટ દરબાર સત્યજીતકુમાર ખાચર તેમજ દરબાર રાઘવેન્દ્રસિંહજી ભાડવા સ્ટેટ, પાળીયાદની જગ્યાના પૂ. શ્રી ભૈયલુભાઇ ઉપસ્થિત રહી ગૌજ્ઞાન પીરસશે.  શ્રી ઉત્તમ મહશેશ્વરી આ સેમીનારમાં લકવા, સ્લીપડીસ્ક, બીપી, સાઇટીકા, હાર્ટ-લીવર-કીડનીની બીમારીમાં પંચગવ્યના ઇલાજો અંગે માર્ગદર્શન આપશે. સમગ્ર સેમીનારને સફળ બનાવવા ગોસેવા જસદણના ઘનશ્યામદાસ, ગૌતમભાઇ રાવલ, દિપેન રાણપરા, લલીત ડોબરીયા, પ્રફુલ દત્તાણી  (વૈદિક રાજકોટ) જહેમત ઉઠાવી રહ્યા છે. સેમીનારમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન માટે મો.૯૦૩૩૩ ૩૩૦૦૬ અથવા મો. ૯૯૦૯૯ ૯૨૨૨૩ અથવા મો.૯૯૨૪૪ ૬૫૫૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:03 pm IST)