Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ગઢકા ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ યોજાયો

રાજકોટ:સરકારના ગ્રામ સ્વરાજ કાર્યક્મ અંતર્ગત રાજરોટ તાલુકાના ગઢકા ગામે રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી રાણાવસીયાની ઉપસ્થિતીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગઢકા ગ્રામ પંચાયત તરફથી જીલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીને મેમોન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું.

   ગ્રામસભા અંતર્ગત ગઢકા ગામમાં અનેક વિકાસકામો થયેલાં જોવા મળે છે. જેવા કે, આર.ઓ. સીસ્ટમ દ્વારા સમગ્ર ગામને ફિલ્ટર પાણી પુરુ પાડવું, ભૂગર્ભ ગટરો, રોડરસ્તા, વીજળી તથા નળકનેકશન આપવામાં આવેલ છે. જીલ્લા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયત દ્વારા કરાયેલા વિકાસકાર્યોને બિરદાવ્યા હતા.

   આ પ્રસંગે ગઢકા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અવનીબેન એચ. રામાવત તથા અન્ય કર્મચારીઓને તેમની કર્તવ્યનિષ્ઠા પ્રામાણિકતા અને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મોમેન્ટો અર્પણ કરી તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પી.જી. ગોહીલ, ગામના સરપંચ કેયુરભાઇ, અશોકભાઇ, ગ્રામપંચાયતના સભ્યો, સરકારી અધિકારીઓ,અન્ય સ્ટાફ તથા ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(10:07 pm IST)