Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

નિધિ સ્‍કુલ ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે : વર્તમાનપત્રના વિવિધ વિભાગોની માહીતી મેળવી વિદ્યાર્થીનીઓ અભિભૂત

રાજકોટ : વર્તમાનપત્રમાં સમાચાર મેળવવાથી લઇને મુદ્રણ સુધીની પ્રક્રિયા કઇ રીતે થાય છે તે અંગે વિદ્યાર્થીઓને માહીતી મળે તે હેતુથી રાજકોટના ગાંધીગ્રામની નિધિ સ્‍કુલ દ્વારા વિદ્યાર્થીની બહેનો માટે એક મુલાકાત ગોઠવવામાં આવી હતી. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તેમજ તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાએ વિદ્યાર્થીની બહેનોને ઉમળકાભેર આવકારી અખબાર જગતના વિવિધ વિભાગોના કાર્યો અંગે પ્રત્‍યક્ષ નિદર્શન માટેની વ્‍યવસ્‍થા કરાવી આપી હતી. તંત્રીવિભાગ, કોમ્‍પ્‍યુટર વિભાગ,  ઇન્‍ટરનેટ વિભાગ, પેઇઝ વિભાગ, મશીન વિભાગની મુલાકાત લઇ વિદ્યાર્થીનીઓએ વર્તમાનપત્રના કાર્યો વિષે પોતાનું જ્ઞાન વધાર્યુ હતુ. અકિલાના પત્રકાર મિતેષ આહીર અને ધ્રુમિલ પારેખે સતત સાથે રહી જુદા જુદા વિભાગોથી નિધિ સ્‍કુલની ટીમને માહીતગાર કરી હતી. મુલાકાત સમયની વિવિધ તસ્‍વીરો અહીં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:04 pm IST)