Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

વિહિપ અને રાધેશ્‍યામ ગૌશાળા પ્રેરિત દર્શનીય ધર્મયાત્રાઃ અકિલાના આંગણે સ્‍વાગતઃ પરેશ ધાનાણી જોડાયા

જય શ્રીરામ :. વિશ્વ હિન્‍દુ પરિષદ અને રાધેશ્‍યામ ગૌશાળાના સંયુકત ઉપક્રમે આજે સવારે નાણાવટી ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતેથી રામનવમી નિમિતે દિવ્‍ય-ભવ્‍ય શોભાયાત્રા નીકળેલ. જેમાં ભગવાનના વિવિધ સ્‍વરૂપના દર્શન કરાવતા ફલોટસ રજૂ કરવામાં આવેલ. ગીત - સંગીત અને રાસોત્‍સવના સંગાથે વાતાવરણ રામમય બની ગયેલ. શોભાયાત્રાનું બપોરે રામજી મંદિર ગોંડલ રોડ ખાતે સમાપન થયેલ. યાત્રામાં ગૌશાળાના રાધેશ્‍યામબાપુ, અન્‍ય સંતો, શ્રેષ્‍ઠીઓ અને રામ ભકતો જોડાયેલ. શોભાયાત્રાની મોખરે ટુ વ્‍હીલર્સનું આકર્ષણ હતું. શોભાયાત્રા અકિલા કાર્યાલય પાસેથી પસાર થઇ તે વખતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા તેમજ ગણાત્રા પરિવાર અને અકિલા પરિવારે ભાવભીનું સ્‍વાગત  કરેલ. જોગાનુંજોગ આ સમયે રાજયના પૂર્વ વિપક્ષી નેતા અને લોકસભા રાજકોટ બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણી અકિલાના આંગણે ઉપસ્‍થિત હતાં. તેઓ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રભારી ભીખુભાઇ વારોતરીયા, લોહાણા મહાજનના અગ્રણી ડો. નિશાંત ચોટાઇ તેમજ કોંગી અગ્રણીઓ સ્‍વાગતમાં જોડાયા હતાં. વિહિપના શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, નિતેશ કથીરિયા, પ્રફુલ નળિયાપરા વગેરે પણ જોડાયા હતાં. અયોધ્‍યાના રામ મંદિર જેવી જ મૂર્તિ શોભાયાત્રામાં મૂકવામાં આવેલ. ભગવાનના દર્શન કરી સૌએ ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:54 pm IST)