Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પદ્મીની કોલ્‍હાપુરેનું રાજકોટ ખાતે સન્‍માન કરતા રાજુભાઇ પોબારૂ દંપતિ

રાજકોટ તા. ૧૭ : વિતેલા જમાનામાં બોલીવુડમાં જબ્‍બરદસ્‍ત સફળતા મેળવનાર અને આજે પણ સમગ્ર ભારતમાં લાખો ફેન્‍સ ધરાવનાર સુપ્રસિધ્‍ધ અભિનેત્રી પદ્મીની કોલ્‍હાપુરે રાજકોટ ખાતે તાલતરંગ ગ્રુપના યાદગાર લાઇવ કોન્‍સર્ટ (મ્‍યુઝીકલ કાર્યક્રમ)માં હાજર રહ્યા હતા. તેઓએ ચિક્કાર મેદનીથી ભરેલ હેમુ ગઢવી હોલ ખાતે પણ ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. પદ્મીની કોલ્‍હાપુરે રાજકોટના મોંઘેરા મહેમાન બન્‍યા હતા ત્‍યારે તેઓનું હેમુ ગઢવી ઓડીટોરીયમ, રાજકોટના લાઇવ કોન્‍સર્ટમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને ટોચના બિલ્‍ડર ગ્રુપ પ્રભુ ગ્રુપ'ના ચેરમેન શ્રી રાજુભાઇ પોબારૂ તથા તેમના ધર્મપત્‍ની શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂએ અદકેરૂ સ્‍વાગત - સન્‍માન કર્યું હતું. પદ્મીની કોલ્‍હાપુરેએ પણ રાજકોટવાસીઓની અસામાન્‍ય લાગણી અને આતિથ્‍ય ભાવનાને ખરા દિલથી બિરદાવી હતી. રાજુભાઇ પોબારૂ દંપતિ સાથે લાઇવ કોન્‍સર્ટમાં પોબારૂ પરિવારના વડીલ અને રઘવંશી અગ્રણીશ્રી છબીલભાઇ પોબારૂ તથા તેમના ધર્મપત્‍ની શ્રીમતિ સ્‍મિતાબેન પોબારૂ પણ જોડાયા હતા.

(2:57 pm IST)