Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

૧૦૮ ફુટનું માનવ રામ ધનુષ બતાવી રેકોર્ડ સર્જતા નચિકેતાના વિદ્યાર્થીઓ

રામલ્લાના જન્‍મની અનોખી ઉજવણી

રાજકોટઃ નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમમાં રામ નવમી નિમિતે અનોખો રેકોર્ડ સર્જાયો...નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમના વિદ્યાર્થીઓએ ૧૦૮ ફુટનું માનવ રામધનુષ બનાવી આ રેકોર્ડ બનાવ્‍યો. સૌથી મોટા માનવ રામધનુષના આ રેકોર્ડ ઇન્‍ડીયન ટ્રેડીશનલ રેકોર્ડ ઓફ બુકમાં સ્‍થાન મળ્‍યું છે.

૧૦૮નું વિશેષ મહત્‍વ છે. માળામાં પણ ૧૦૮ પારા હોય છે. જેને ધ્‍યાનમાં રાખીને નચિકેતાના વિદ્યાર્થીઓએ ૧૦૮ ફૂટનું માનવ રામધનુષ બનાવવાનો નિર્ણય કર્યો. અને તેને પુર્ણ કર્યું સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના જન્‍મોત્‍સવ ચાલી રહ્યો છે. તેમાં નચિકેતાના વિદ્યાર્થીઓએ પોતાનું યોગદાન આપ્‍યું.

ભણતરની સાથે સંસ્‍કારોનું સિંચન કરતી સાંઇરામ દવેની નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમમાં રામલલ્લાના જન્‍મ પર્વ પર ભગવાન શ્રીરામને વિદ્યાર્થીઓએ માનવ રામધનુષની ભેટ આપી છે. નચિકેતાના પટાંગણમાં ૧૦૮ ફુટ લાંબુ રામધનુષ વિદ્યાર્થીઓએ બનાવ્‍યું. આ તકે સંસ્‍થાના કાઉન્‍ડર પ્રેસીડેન્‍ટ સાંઇરામ દવે પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો. આ રામધનુષને લીમ્‍કાબુક ઓફ રેકોર્ડમાં પણ સ્‍થાન મળે તે માટે પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યા હોવાનું કેમ્‍પસ ડિરેકટર અમિત દવેની યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)