Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

બેન્‍કોકમાં ૯ જૂનથી ‘વર્લ્‍ડ આઇકોન એવોર્ડ સમારોહ': રાજકોટના માધવ રામાનુજની પસંદગી

રાજકોટ તા. ૩૧ :.. વર્લ્‍ડ આઇકોન એવોર્ડ ર૦૧૭ દૂબઇની સફળતા બાદ આ વર્ષે વર્લ્‍ડ આઇકોન એવોર્ડ ર૦૧૮ બેન્‍કોક ખાતે ૯ જૂન ર૦૧૮ ના યોજાયો છે.

કલાકાર, ઉદ્યોગપતિ, સમાજ સેવક, શિક્ષણવિદ સહિતની કેટેગરીમાં આ એવોર્ડનું આયોજન એમ ફોર યુ દ્વારા કરવામાં આવે છે. તમામ સંચાલન દુષ્‍યંત પ્રતાપસિંહ દ્વારા  કરવામાં આવે છે. થાઇલેન્‍ડ સ્‍થિત પવન મિશ્રા ભારતીય લોકોને વિશ્વમાં ઉદાહરણ તરીકે દર્શાવા તૈયારી કરી રહ્યા છે.વર્લ્‍ડ આઇકોન એવોર્ડનો મુખ્‍ય ઉદેશ ભારતના જુદા જુદા રાજયોમાંથી યંગ ટેલેન્‍ટને શોધી વિશ્વસ્‍તરે તેઓના દ્વારા કરાયેલ ઉત્‍કૃષ્‍ટ કામગીરી અને સારા કામોની સરાહના કરવા માટેની એક પહેલ છે.

સામાજિક ક્ષેત્રે એવોર્ડનું મહત્‍વ છે.

આ વર્ષે ભારતમાંથી પંડિત અજય બામભીજી, પી. કે. બજાજ, સૌરભ ગર્ગ, વિશાલ મિશ્ર, અતુલ મોહન, શ્રીમતી રીતુ સિંહ, સંજય નરવાલ, યોગેશ લાખાણી, સંજય શર્મા, વિનોદ હાંડા, રાજેન્‍દ્ર ગર્ગ, ડો. અજય મગન, મહેશ શર્મા, ડો. ખુશ્‍બુ જાફર કાદરી જેવા મહાનુભાવોને સન્‍માનિત કરવામાં આવશે.

એ દરમિયાન સીટી ગાઇડ, ગુજરાતી ટીવી અને ડીજીટલ ડીજીટલ ક્રાંતિના પ્રણેતા એવા રાજકોટના માધવ જસાપરાને સમગ્ર ભારતમાંથી પસંદગી કરી આ એવોર્ડ માટે બેન્‍કોક ખાતે આમંત્રીત કરાતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

શ્રી જસાપરા ર૦૦૪ થી ડીઝીટલ ક્રાંતિના ધીમે ધીમે શ્રી ગણેશ કરીને ર૦૦૭ થી ફેસબુક, ટવીટર, વોટસએપ અને ગુજરાતી ટીવીના માધ્‍યમથી અંદાજે ૧ કરોડથી  વધારે ડેટા બેન્‍ક બનાવીને મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ર૦૦૯ માં વિશેષ સન્‍માન કરીને ઉભરતી પ્રતિભાને પ્રોત્‍સાહીત કરેલ હતું.

સીટી ગાઇડ અને ગુજરાતી ટીવીની સુંદર કામગીરી બદલ માધવ જસાપરા (મો. ૯૯ર૪૧ ૩૦૩૩૮) આ પૂર્વે ર૦૦૯ માં રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા ‘યંગ એટરપ્રેનર એવોર્ડ' અને ર૦૧૦ માં ‘સરગમ રત્‍ન એવોર્ડ' મેળવી ચુકેલ છે.

(4:15 pm IST)