Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કોર્પોરેશનની શાળાઓમાં ૫૩ થી ૮૮ ટકા પરિણામ

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં સરોજીની નાયડુ, પી એન્‍ડ ટી શેઠ હાઇસ્‍કુલ, મહારાણી લક્ષ્મીબાઇ વિદ્યાલયનાં પરિણામમાં ગત વર્ષ કરતા વધારોઃ પ્રથમ નંબરે ઉતિર્ણથનાર વિદ્યાર્થીને ૯૮ પીઆર

રાજકોટ,તા.૩૧: ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જે ૫૫.૫૫ ટકા આવ્‍યુ છે. જયારે રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત ૩ શાળાનું ૫૩ થી ૮૮ ટકા પરિણામ આવ્‍યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્‍યુનિ. કોર્પોરેશનની સંચાલિત ૩ શાળાનું પરિણામ એકદંરે સારૂ આવ્‍યુ છે. જેમાં આંકડાકીયા તરફ નજર કરીએ તો શહેરનાં  ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે આવેલ મહારાણી લક્ષ્મીબાઇ વિદ્યાલયનું ૫૮.૩૦ ટકા, ભકિત નગર સર્કલ પાસે આવેલ પી એન્‍ડ ટી શેઠ હાઇસ્‍કુલનું ૫૩ ટકા પરિણામ આવ્‍યુ છે. પી એન્‍ડ ટી શેઠ હાઇસ્‍કુલનું પરિણામ ગત વર્ષ કરતા ૨ ટકા વધારો થયો છે. આ શાળામાં પ્રથમ નંબરે ઉતિર્ણ થયેલ ગોવિંદને ૯૭.૧૦ પીઆર, બીજા નંબરે જય ભટ્ટને ૯૫.૮૦ પીઆર આવ્‍યા છે.આ ઉપરાંત અંબાજી કડવા પ્‍લોટમાં આવેલ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલનું ૮૭.૭૬ ટકા પરિણામ આવ્‍યુ છે.જેમાં પ્રથમ નંબરે ઉતિર્ણ થયેલ દિપાલી ગઢીયાને ૯૭.૯૯ પીઆર તથા ધમિષ્‍ઠા જોટાણીયાને ૯૭.૯૪ પીઆર આવ્‍યા છે.

(4:15 pm IST)