Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રીનોવેશન કામ માટે ટેમ્પરરી વીજ કનેકશન હિતાવહ :બાવરવા

કેએસપીસી દ્વારા વીજળીના બીલ અંગે લોકોપયોગી માર્ગદર્શક વાર્તાલાપ સંપન્ન

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચપીસીએલ લી. સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન લેબ હોલ ખાતે 'નો યોર ઇલેકટ્રીસીટી બીલ' વિષય પર માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જેમાં આસન કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને પીજીવીસીએલના નિવૃત્ત એકઝીકયુટીવ એન્જીનીયર આર. એમ. બારવાએ વિજળીના વપરાશ અંગે વિવિધ જાણકારી આપી હતી. ઘર વપરાશ અને વ્યવસાયીક વીજ બીલના તફાવત વર્ણવી કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો તેમણે સુચવી હતી. ખાસ કરીને બાંધકામ કે રીનોવેશન વખતે પરમેનેન્ટ કનેકશન ડીસકનેકટ કરાવી જયાં સુધી બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટેમ્પરરી કનેકશન લેવું ફરજીયાત હોવાનું તેમજ કામ પૂર્ણ થયે નવેસરને પરમેનન્ટ મીટર લેવું ફરજીયાત હોવાની જાણકારી તેમણે આપી હતી. ઉપરાંત સોલાર પેનલ માટે બાયડારેકશન મીટર મુકવુ ફરજીયાત છે અને સોલાર પેનલ માટે રાજય સરકાર હાલ ૨૦ હજાર રૂ. સબસીડી આપતે છે તેની જાણકારી પણ શ્રી બાવરવાએ આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચામીયાએ મુખ્ય વકતાનો પરીચય આપેલ. કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાએ વકતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક, કિરીટભાઇ વોરા, અન્ય સભ્યો રાજભા ગોહિલ, મનસુખલાલ જાગાણી, નિકેત પોપટ, અશ્વિનભાઇ ત્રિવેદી, હરીભાઇ પરમાર, મહેતા યુનાની ફાર્મસી એન્ડ કંપની, અશોક મશીન ટુલ્સ, રાજકોટ પીપલ્સ કો.ઓપ. બેંક અને વિવિધ ઉદ્યોગોના અધિકારીઓ તેમજ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરી હતી.

(4:03 pm IST)