Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રતનપરની ૧૪ વર્ષની કિશોરીને યુ.પીનો ભૂરીસિંહ ભગાડી ગયો

કિશોરીના પિતાની ફરિયાદ પરથી યુ.પીના શખ્સ સામે અપહરણનો ગુનો

રાજકોટ તા. ૩૧ : રતનપર ગામ પાસે વાડીમાંથી ૧૪ વર્ષની કિશોરીને યુ.પીનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રતનપર ગામ પાસે વાડીમાં મજૂરી કામ કરતા મુનાભાઇ રેમલાભાઇ ભીલ (ઉ.વ.૪૫)ની ૧૪ વર્ષની કિશોરીને યુ.પીના અલીગઢ જીલ્લાનો સિકતરા ગામનો ભૂરીસિંહ ગઇકાલે લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરબાદે ભગાડી જતા કુવાડવા રોડ પોલીસે  યુ.પીના ભુરીસિંહ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પી એસ આઇ આર.એલ.પટાણા તથા હિરાભાઇ સહિતના સ્ટાફે તપાસ આદરી છે. ભુરીસિંંહ ટ્રેકટર ચલાવતો હતો અને તે વાડી પાસે ટ્રેકટર લઇને પાણી ભરવા માટે આવતો હતો ત્યારે કિશોરીના સંપર્કમાં આવ્યો હતો.

(4:02 pm IST)