Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

૩૮ વોંકળા માંથી ૫૩૦૦ ટન કચરાનો નિકાલ

રાજકોટ તા.૩૧: આગામી ચોમાસમાં વોંકળાઓમાં પાણી ભરાય ન રહે તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનાથી વોકળાઓની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૩૮ વોંકળા માંથી કુલ ૫૩૦૦ ટન કચરાનો નિકાલ કરાયો હતો. આ અંગે મ્યુ. કમિશ્નરે જાહેર કરેલ વિગતો મુજબ છેલ્લા બે મહિનામાં શહેરમાં કુલ ૪૧ વોંકળાઓ માંથી ૩૮ વોંકળાઓમાં સફાઇ કરવામાં આવી છે.

આ ૩૮ વોંકળાઓ કુલ ૪૦,૦૦૦ મીટર લંબાઇ માંથી ૫,૩૦૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યાનું મ્યુ. કમિશ્નરે જાહેર કર્યુ હતું.

નોંધનીય છેકે દર અઠવાડીયે ૧ વોંકળાની સફાઇ કરવામાં આવે છે. અને વોંકળામાંથી દબાણો દુર કરી વોંકળાઓ ખુલ્લા કરવામાં આવી રહયા છે. જેથી ચોમાસામાં વોંકળાઓમાં વરસાદી પાણી સરળતાથી વહી જાય અને શહેરમાં પાણીના પુરની સ્થિતિનું જોખમ ટળી જશે તેવી આશા કમિશ્નરશ્રીએ વ્યકત કરી હતી

(4:01 pm IST)