Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રેફયુજી કોલોનીમાં પરિવારજનો વચ્‍ચે તપેલી-દસ્‍તાથી મારામારી

પુત્રવધૂએ સસરાને અને ભાઇએ ભાઇને માર માર્યો

રાજકોટ તા. ૩૧: રેફયુજી કોલોનીમાં રહેતાં અને પીડબલ્‍યુડીમાં સફાઇ કામદાર તરીકે કામ કરતાં વાલ્‍મિકી પ્રોૈઢ ધીરૂભાઇ હરજીભાઇ રાઠોડ (ઉ.૫૧)ને પુત્રવધૂ પૂનમ તરૂણ રાઠોડે માથામાં તપેલી મારી ઇજા કરતાં અને પુત્ર રાહુલે પણ મારકુટ કરતાં સારવાર માટે દાખલ થયા હતાં.

સામા પક્ષે તરૂણ ધીરૂભાઇ રાઠોડ (ઉ.૨૧) પણ પોતાને નાના ભાઇ રાહુલે માથામાં દસ્‍તો ફટકાર્યાની રાવ સાથે હોસ્‍પિટલમાં દાખલ થતાં બંનેને એન્‍ટ્રી પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવાઇ હતી. ધીરૂભાઇના કહેવા મુજબ મોટો દિકરો તરૂણ દારૂ પી ઘરમાં ખેલ કરતો હોઇ તેને સમજાવતાં મને લાફા મારી દીધા હતાં. રાહુલ સમજાવવા જતાં તેની સાથે પણ માથાકુટ કરી હતી. ત્‍યાં તેની પત્‍નિએ ઉપરાણુ લઇ મને તપેલી ફટકારી દીધી હતી.

રૈયાધારમાં શીલુને પડોશીએ માર માર્યો

રૈયાધારમાં રહેતી શીલુ નટુભાઇ સોસા (ચારણ) (ઉ.૧૯)ને પડોશી નિતીન મકવાણા સહિતનાએ ધોલધપાટ કરતાં સારવાર માટે દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિજય પ્રજાપતિને મોટા ભાઇએ સાણસી ફટકારી

યુનિવર્સિટી રોડ શિવશક્‍તિ કોલોની બી-૭૦માં રહેતાં વિજય ભીમજીભાઇ ધંધુકીયા (ઉ.૩૦)ને તેના મોટા ભાઇ પ્રવિણ ધંધુકીયાએ કપાળે સાણસી ફટકારી દેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.  પ્રવિણ માથાકુટ કરતો હોવાથી તેને સમજાવતાં હુમલો કર્યાનું જણાવાયું હતું.

(3:01 pm IST)