Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

થોરાળા પોલીસે ૧૪ હજારના વિદેશી દારૂ સાથે હનીફ મંધરાને પકડયો

પી.આઇ. બી. પી. સોનારા અને ટીમની બુટલેગરો પર સતત ધોંસ

રાજકોટઃ થોરાળા પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ યથાવત રાખી વધુ એક શખ્‍સ હનીફ હુશેનભાઇ મંધરા (ઉ.૩૫-રહે. શિવાજીનગર-૧૦)ને તેના ઘરમાંથી રૂા. ૧૪૪૦૦ની જીન-વ્‍હીસ્‍કીની બોટલો સાથે પકડી લીધો છે. પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. કોટવાલ, એએસઆઇ ડી. કે. ડાંગર, કોન્‍સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, વિજયભાઇ મેતા, રોહિતભાઇ કછોટ સહિતના સ્‍ટાફે આ કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)