Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભગવાનના સાધુ માટે જે કંઈ કરીએ એ પરમલાભ છે : પૂ. મહંતસ્વામી

પૂ. સ્વામીજીની ઉપસ્થિતિમાં સિદ્ધાંત દિનની ઉજવણી : આજે સત્પુરૂષદિન ઉજવાશે

રાજકોટ : અહિંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (કાલાવડ રોડ) ખાતે આજે સવારે પ્રાતઃપૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, સત્પુરુષના યોગ વિના ભગવાન સમજતા જ નથી. ભગવાનના સાધુ માટે જે કંઈ કરીએ એ પરમ લાભ છે.

પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગઈ કાલે સિધ્ધાંત દિન ઉજવાયો હતો. જેમાં ૧૦ વર્ષથી નાની ઉંમરના શિશુઓ અને બાળકોએ પૌરાણિક ઋષિમુનિઓના વેશમાં પોતાની કાલીદ્યેલી ભાષામાં સંપ્રદાયના શાસ્ત્રો પરથી અક્ષરપુરૂષોત્ત્।મ સિદ્ઘાંતની ગહન ચર્ચા રજૂ કરતો શાસ્ત્રાર્થ રજૂ કર્યો હતો જેમાં અક્ષરપુરુષોત્ત્।મ સિધ્ધાંત એ કોઈ અલગ ઉભો કરેલો સિધ્ધાંત નહી, પરંતુ શાસ્ત્રોકત સિધ્ધાંત છે એ વાતનું શાસ્ત્રોના આધારે પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. 

સાયંસભામાં આશીર્વચનમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, શ્નશાસ્ત્રીજી મહારાજે બધા શાસ્ત્રોનો ચકાસી, સારરૂપ આ સિદ્ધાંતની ઓળખ આપણને સૌને કરાવી છે. પૂ. ભદ્રેશ સ્વામીએ રચેલા અક્ષર પુરુષોત્ત્।મ દર્શનમ ભાષ્યને કાશી સહિત દેશ-વિદેશના બધા વિદ્વાનોએ માન્ય કર્યો છે. માટે અક્ષર પુરુષોત્ત્।મ સિધ્ધાંત દ્રઢ કરીને રાખવો.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાતી અનેક સામાજિક પ્રવૃતિનાં ભાગરૂપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર દ્વારા શનિવાર સુધી મંદિરનાં પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના અનેક પ્રતિષ્ઠિત ડોકટરો સેવાનો લાભ આપશે. જે અંતર્ગત વિવિધ વિભાગના નિષ્ણાંત ડોકટર્સ શનિવાર સુધી તેઓની કલીનીકમાં ફ્રી સારવાર આપશે જેની કૂપન અહીથી પ્રાપ્ત થશે તો સર્વે ભાવિક ભકતોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે.

આજે પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સત્પુરૂષ દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત સત્પુરૂષની અગત્યતા રજૂ કરતો અદ્દભુત ડ્રામા યોજાશે અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.

(1:44 pm IST)