Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પોસ્‍ટલ હડતાલ! રાજકોટમાં આજે ધરણા બાદ કાલથી દિલ્‍હીમાં મોરચોઃ રાજકોટથી ટીમ ગઇ

રાજકોટ, તા.૩૧: રાજકોટ સહિત દેશભરમાં પોસ્‍ટલ હડતાળ ચાલી રહી છે હળતાલ આજે ૧૦ માં દિવસમાં પ્રવેશી છે. ગ્રામ્‍ય પ્રજામાં ટપાલ પાર્સલ ન મળવાને કારણે દેકારો થતા લોકોના પાસલ-ટપાલ તાલુકા મથકેથી  પાછા જવા માંડળી છે,  સરકારે મચક આપી નથી, બે વખત જામેલ મંત્રણા ફેઇલ જતા ગ્રામીય ડાક લોકો લડી લેવાના મૂડમાં છે.

રાજકોટમાં હેડપોસ્‍ટ ઓફીસ ખાતે દરરોજ ધરણા ચાર દગો આજે છેલ્લો દિવસ છે કાલથી દિલ્‍હી ખાતે ધરણા થશે.

૨૨મેથી શરૂ થયેલી ગ્રામીણ ડાક સેવકોની હડતાળ દિન પ્રતિદિન ઉગ્ર બની છે. શહેરના જયુબિલી ખાતે આવેલી હેડપોસ્‍ટ ઓફિસે દરરોજ ઘરણાં અને સુત્રોચ્‍ચાર કરાયા બાદ કાલથી દિલ્‍હીના જંતરમંતર મેદાનમાં ગ્રામીણ ડાક સેવકો ઘરણાં કરવાના હોય રાજકોટથી પોસ્‍ટલ એમ્‍પ્‍લોઇઝ યુનિયનના હોદ્દેદારો અને જીડીએસ કર્મચારીઓ પણ દિલ્‍હી જવા રવાના થઇ ગયા છે. ૭મા પગારપંચ, કર્મચારીઓને કાયમી કરવા અને તે મુજબના તમામ લાભ આપવા સહિતની ૩૫ જેટલી માગણીઓ મુદ્દે છેલ્લા ૧૦ દિવસથી પોસ્‍ટલ કર્મીઓની હડતાળ ચાલી રહી છે.

(12:21 pm IST)