Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રાજસ્થાનના સિરોહીમાં સિદ્ધેશ્વર હનુમાનજી મંદિરે સોમવારથી પ્રાણપ્રતિષ્ઠા - પંચકુંડી મહારૂદ્ર યજ્ઞ

ઓમ નમો નારાયણ... ડાંગર પરિવાર દ્વારા ધાર્મિક આયોજન : તા.૨ થી ૬ ડિસેમ્બર સુધી શોભાયાત્રા - સુંદરકાંડ પાઠ - મહારૂદ્ર યજ્ઞ - હવન - ભજન સંધ્યા

રાજકોટ, તા. ૩૦ : સ્વ.શ્રી વિરભાનુભાઈ કરશનભાઈ ડાંગર, ગં.સ્વ.રેખાબેન વિરભાનુભાઈ ડાંગર, શ્રી બલદેવભાઈ વિરભાનુભાઈ ડાંગર, અલકાબેન બલદેવભાઈ ડાંગર, શિવાનીબેન અને પલ્લવીબેન દ્વારા રાજસ્થાનના સિરોહી (રિકો ઈન્ડસ્ટ્રીઝ એરીયા, પિન્ડવાડા) (મો.૯૪૧૪૪ ૪૮૨૬૭, ૮૯૪૯૯ ૨૦૮૭૯) ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી મંદિરે અચલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી પંચકુંડીય મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામા આવેલ છે.

શ્રી આબુરામ સંત સેવા મંડળ - સિરોહીના શુભ સાનિધ્યમાં તા.૨ થી ૬ ડિસેમ્બર (સોમથી શુક્ર) સુધી ધાર્મિક મહોત્સવ યોજાયો છે. જેની રૂપરેખા આ મુજબ છે.

તા.૨ના સોમવારે સવારે ૧૦:૩૦ થી ૧ શોભાયાત્રા નીકળશે. વરૂણ પૂજન થશ. તા.૩ના મંગળવારે સવારે ૮ થી ૧ પૂજન બાદ મહારૂદ્ર યજ્ઞ, સાંજે ૬ થી ૭:૩૦ સંધ્યા આરતી બાદ ૮ વાગ્યાથી શ્રી સુંદરકાંડના પાઠ થશે. તા.૪ના સવારે પૂજન બાદ મહારૂદ્ર યજ્ઞ યોજાશે. બપોરે ૨ થી ૪ મૂર્તિપૂજન - હવન, સાંજે ૪:૩૦ થી ૭:૩૦ સાંધ્ય આરતી બાદ રાત્રીના શ્રી મનોજ રિયા (દિલ્હી) દ્વારા ભકિતભાવના રજૂ થશે. તા. ૫ના ગુરૂવારે સવારે ૮ થી ૧ દેવતા પૂજન મહારૂદ્ર યજ્ઞ યોજાશે. ત્યારબાદ બપોરે ૨ વાગ્યાથી સંતો - મહંતોના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા વિધિ થશે. સાંજે ૫ થી ૭:૩૦ સાંધ્ય પૂજન ધાર્મિક મહોત્સવના અંતિમ દિવસ એટલે કે તા.૬ના શુક્રવારે બપોરે ૧૨:૦૫ થી ૧૨:૫૩ ધ્વજારોહણ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. બપોરે ૧૨:૫૫ થી મહાપ્રસાદ. સાંજે ૫ થી ૭:૩૦ સાંધ્ય પૂજન થશે બાદ મહાઆરતીમાં દિપમાળાની સજાવટ કરવામાં આવશે.

આ મહોત્સવમાં મુખ્ય યજમાનપદે શ્રી દિલીપભાઈ વાલાભાઈ ચાવડા અને શ્રીમતી હંસાબેન દિલીપભાઈ ચાવડા (ધોરાજી) બિરાજમાન થશે. વેદપાઠી આચાર્ય પંડિત તરીકે શ્રી હરીશભાઈના પુત્ર શ્રી દયાશંકરજી ઓઝા સેવા આપશે.

આ પ્રસંગે આચાર્યશ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી વિશોકાનંદ ભારતીજી મહારાજ (સન્યાસ આશ્રમ, અમદાવાદ), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેશ્વરાનંદપુરીજી મહારાજ (જાડનપાલી, રાજસ્થાન), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી વિદ્યાગીરીજી મહારાજ (દિલ્હી, અધ્યક્ષ સંત મંડળ), મહંત શ્રી રવિન્દ્રપુરીજી મહારાજ (વિરોનો મઠ, હરીદ્વાર), મહંતશ્રી શિવનારાયણ પુરીજી મહારાજ (ભરજાગીર - મહારાષ્ટ્ર - ત્રંબકેશ્વર), મહંત શ્રી બંસીપુરીજી મહારાજ (પિહોવા, કુરૂક્ષેત્ર હરીયાણા), સ્વામી શ્રી રામાનંદગીરીજી મહારાજ (સન્યાસ આશ્રમ, પીંડવાડા), શ્રી પ્રેમનારાયણપુરીજી મહારાજ (આબુશિખર રાજસ્થાન), શ્રી સમાધાન પુરીજી મહારાજ (ભંડવાલ, ગુજરાત), સ્વામી શ્રી મોક્ષાનંદજી મહારાજ (સેવાનંદજી મંડી, હિમાચલપ્રદેશ) તેમજ મહંત શ્રી ૧૦૦૮ વીરમગીરીજી મહારાજ (શ્રી જાગેશ્વર, દાંતરાઈ), મહંત શ્રી ૧૦૦૮ લેહર ભારતીજી મહારાજ (સિરોહી બડગાંવ મઠ), મહંત શ્રી ૧૦૦૮ તીથીગીરીજી મહારાજ (મંડવારીયા મઠ), મહંત શ્રી ૧૦૦૮ ધર્મરાજ ભારતીજી મહારાજ (ગુરૂ શિખર, આબુ પર્વત), પૂર્વ મહંત શ્રી ૧૦૦૮ સેવાગીરી મહારાજ (શ્રી સરીમાતા સગાલીયા) અને મહંત શ્રી ૧૦૦૮ કર્ણગીરીજી મહારાજ (શ્રી સિલન્ડર ઓડા) સહિતના સંતો - મહંતો આર્શીવચન પાઠવશે. ભાવિકજનોએ લાભ લેવા શ્રી બલદેવભાઈ વિરભાનુભાઈ ડાંગર દ્વારા અનુરોધ કરાયો છે.(

(4:01 pm IST)