Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સંશોધક સાવન દોંગા ફરી એક વખત ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડમાં પ્રથમ ક્રમે વિજેતા

રાજકોટ, તા. ૩૦ : શ્રીમતી એન.એમ.પાડલિયા ફાર્મસી કોલેજ, અમદાવાદ ખાતે ત્રણ દિવસીય (૨૯ મી પ્લાન્ટ સાયન્સિસ એકેડેમીની સાયન્ટિસ્ટ મીટ) અને (એગ્રોબાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ સાયન્સમાં ડ્રગ ડિસ્કવરી અને ડેવલપમેન્ટ) ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળી હતી. તથા આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સાથે ગ્લોબલ એગ્રોબાયોટેક અને ફાર્મા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદ (ગુજરાત) તથા પ્લાન્ટ સાયન્સ એકેડેમી, ભારતનું સંયુકત કોલોબ્રેશન હતું. જેમાં દેશ – વિદેશમાંથી આવેલાં સંશોધકો જેવા કે , સિંગાપુર, મલેશિયા, ફિલીપાઇન્સ, જર્મની તથા ભારતના અન્ય રાજયો જેવા કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિસા, કેરાલા, કર્ણાટક, છત્ત્।ીસગઢ, આસામ તથા ઉત્ત્।રાખંડથી આવેલાં સંશોધકોએ પોત – પોતાનું રિસર્ચ વર્ક રજૂ કર્યું હતું.

જેમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના પીએચ.ડી. ના યુવા સંશોધક સાવન દોંગાની પસંદગી થઈ હતી અને પોસ્ટરપ્રેઝન્ટેશન એવોર્ડમાં પ્રથમ ક્રમથી નવાજવામાં આવ્યા હતા. જેનો વિષય પર્યાવરણીય પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન હતો. સાવન દોંગા બાયોસાયન્સ ભવનના પ્રોફેસર એસ.વી.ચંદાના માર્ગદર્શન હેઠળ પોતાનું પીએચ.ડી. કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી. ડો. નીતિન પેથાણી, ઉપ કુલપતિ શ્રી. ડો. વિજય દેશાણી, બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ પ્રો એસ.પી.સિંઘ તેમજ તેમના માર્ગદર્શક એસ.વી.ચંદા તથા અન્ય પ્રધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા.

યુવા સંશોધકે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી પોતાનો શાળાનો અભ્યાસ પૂર્ણ કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉચ્ચ અભ્યાસ બી.એસ.સી.,એમ.એસ.સી., એમ. ફિલ તથા હાલમાં પીએચ.ડી. કરી રહ્યાં છે. તેમણે નેશનલ તથા ઇન્ટરનેશનલ સ્તરે ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે તથા તેમના નેશનલ તથા ઇન્ટરનેશનલ એવી અલગ- અલગ રિસર્ચ જર્નલોમાં પોતાના રિસર્ચ પેપરો , રિસર્ચ બુક તથા અલગ-અલગ બુકમાં બુક ચેપ્ટરો પબ્લિશ થયેલ છે. તેમના આ સંશોધનને વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધિ મેળવેલ છે.

આજના આધુનિક સમયમાં દિવસે ને દિવસે બહારના ફાસ્ટ ફૂડનો ઉપયોગ વધી રહ્યો છે, જેના પરિણામે આપણે અનેક નવી બીમારીઓને નોતરી છે; જેને અનુલક્ષીને સાવન દોંગા એ પોતાનું રિસર્ચ વર્ક રજૂ કર્યું હતું.

(3:52 pm IST)