Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મકાન વેરો ભરી દયો ટેકસ ઇન્સ્પેકટરો ઘરે આવશે

૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાનુ હીટ લીસ્ટ તૈયાર કરતી મહાપાલીકાઃ અત્યાર સુધીમાં ર૬૦ કરોડની વેરા આવકનાં લક્ષ્યાંક સામે ૧૪૦ ની આવક થઇઃ હવે બાકીદારોનો વેરો વસુલવા કડક ઝૂંબેશ

રાજકોટ તા. ર૯ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે આગામી ટૂંક સમયમાં રૂ. ૧ લાખથી વધુનો મકાન વેરો બાકી રાખનારાઓ સામે કડક ઉઘરાણીની ઝૂંબેશ શરૂ થશે જે અંતર્ગત ટેકસ ઓફીસરો બાકીદારનાં ઘરે રૂબરૂ જઇને વેરો ભરવાની ડીમાન્ડ નોટીસ આપશે.

આ અંગે વેરા વિભાગનાં અધિકારીઓએ સત્તાવાર માહીતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં ર૬૦ કરોડની મકાન વેરા આવકનો લક્ષ્યાંક નકકી કરાયો છે. તેની સામે આજ દિન સુધીમાં ૧૪૦ કરોડની વેરા આવક થઇ છે.

હવે લક્ષ્યાંક સિધ્ધી માટે ૧૦૦ કરોડનું છેટુ છે. ત્યારે મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ તબકકાવાર કડક ઉઘરાણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે સૌ પ્રથમ ૧ લાખનો વેરો બાકી હોય તેવા ૭ હજાર જેટલા બાકીદારોને અલગ તારવીને તેનુ હીટ-લીસ્ટ તૈયાર કરી દેવાયુ છે.

હવે ટૂંક સમયમાંથી વોર્ડવાઇઝ ટેકસ ઇન્સ્પેકટરોને આ લીસ્ટ ફાળવીને રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાઓ બાકીદારોને ત્યાં ઘરે જઇને ડીમાન્ડ નોટીસ આપી વહેલી તકે વેરો ભરી દેવા જણાવાશે.

આમ સૌ પ્રથમ ૧ લાખથી વધુના બાકીદારો સામે કાર્યવાહી બાદ ૧ કરોડથી વધુનાં બાકીદારો સામે મિલ્કતની હરરાજી સહિતનાં કડક પગલા લેવાનુ શરૂ થશે તેમ વેરા વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

(3:27 pm IST)