Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

કોવિડ-૧૯ના કેસમાં ગ્રાહક કમિશન દ્વારા વિમા કંપનીની તરફેણમાં મહત્‍વનો ચુકાદો

રાજકોટ તા. ર૯: કોવિડ-૧૯ ના કેઇસમાં ફરીયાદીની ફરીયાદ રદ કરી કન્‍ઝયુમર કમીશને યુનિવર્સલ સોમ્‍પો જનરલ ઇન્‍સ્‍યો. કંપની તરફેણમાં મહત્‍વનો ચુકાદો આપેલ હતો.
અહીંના ભરત માનસીંગભાઇ ગોહીલ રહે. રાજકોટએ યુનીવર્સલ સોમ્‍પો વિમા કંપની પાસેથી તા. ૦૭-૦૯-ર૦ થી રર-૧ર-ર૦ સુધીની કોરોના રક્ષક પોલીસી કુલ રૂા. ર,પ૦,૦૦૦/- ની લીધેલી જે પોલીસીની શરતો મુજબ જો દર્દીને કોવિડ-૧૯ ડીટેકટ થાય અને ૭ર કલાકનું હોસ્‍પીટલલાઇઝેશન થાય તો કુલ રૂા. ર,પ૦,૦૦૦/- વળતરના વિમા કંપનીએ ચુકવવા પડે તેવી પોલીસીમાં શરત હતી.
સદરહું ભરતભાઇ ગોહીલ પોતે રંગાણી હોસ્‍પિટલ રાજકોટમાં કમ્‍પાઉન્‍ડર તરીકે કામ કરતા હોય તા. રપ-૦૯-ર૦ના રોજ કોવિડ-૧૯ ડીટેકટ થતા રંગાણી હોસ્‍પિટલમાં દાખલ થયેલા અને હોસ્‍પિટલમાંથી ર૯-૦૯-ર૦ ના રોજ ડીસચાર્જ થયા બાદ, કુલ રૂા. ર,પ૦,૦૦૦/- તથા વ્‍યાજ અને ખર્ચ સાથે મેળવવા ગ્રાહક સુરક્ષા કમીશન રાજકોટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલી.
હાલના કિસ્‍સામાં પણ ૧પ દિવસનો વેઇટીંગ પીરીયડ પુરો થાય તે પહેલા કોવિડ-૧૯ થયેલ છે અને કમીશનને ગેરમાર્ગે દોરવા ફરીયાદીએ પ્રયત્‍ન કરેલ છે. ગ્રાહક સુરક્ષા ફોરમ રાજકોટનાં પ્રેસીડન્‍ટ શ્રી કે. એમ. દવે અને મેમ્‍બર સાચલા તથા મેડમ પરીખએ વિમા કંપનીના વકિલ શ્રી પી. આર. દેસાઇની દલીલ સાંભળી ઠરાવેલ છે કે વિમા પોલીસીના વેઇટીંગ પીરીયડ દરમ્‍યાન એટલે કે પોલીસી લીધા થી ૧પ દિવસ દરમ્‍યાન ફરીયાદીને કોવિડ થયેલ હોય, ફરીયાદી વળતરની રકમ રૂા. ર,પ૦,૦૦૦/- મેળવવા હકકદાર નથી.
આ કામમાં યુનિ. સોમ્‍પો. જનરલ ઇન્‍સ. વતી સીનીયર ધારાશાષાી શ્રી પી. આર. દેસાઇ રોકાયા હતા અને તેમની મદદમાં શ્રી સુનીલ વાઢેર અને શ્રી સંજય નાયક એડવોકેટ રોકાયેલ હતા.

 

(4:23 pm IST)