Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સોમવારે જલારામ જયંતિ : ઠેર ઠેર હરિહરની હાકલ પડશે

રામ નામમે લીન હૈ, દેખત સબમે રામ, તાકે પદ વંદન કરૂ જય જય શ્રી જલારામ... : મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન ઃ કોઠારીયા રોડ, મવડી વિસ્તારમાં પણ મહાપ્રસાદના તાવડા ધમધમશે

રાજકોટ તા. ૨૯ : ‘દેનેકો ટુકડા ભલા લેનેકો હરીનામ, હિલ મિલકે રહીયે યહી જલારામ કા પૈગામ’ આવો દિવ્ય સંદેશ દુનિયાને આપી જનાર સંત શિરોમણી  શ્રી જલારામબાપાની સોમવારે ૨૨૩ મી જન્મજયંતિ હોય શહેરભરમાં ઉજવણીનો થનગનાટ જાવા મળી રહ્ના છે.
શોભાયાત્રા
દરમિયાન જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષ મુજબ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયુ છે. કરણપરા ખાતે કેશરીયા લોહાણા મહામજનવાડી ખાતે મુખ્ય કાર્યાલય ધમધમી રહ્ના છે. મુખ્ય રથ અને વિવિધ ફલોટસ સાથેની આ શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરશે. ધર્મપ્રેમીજનોઍ સાથે જાડાવા જન્મોત્સવ સમિતિ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
કોઠારીયા રોડ મહોત્સવ સમિતિ
જલારામ જયંતિ મહોત્સવ સમિતિ કોઠારીયા રોડ દ્વારા નંદા હોલ ખાતે સોમવારે જલારામ જયંતિ નિમિતે સવારે ૯ કલાકે આરતી પૂજા થશે. ભકતો દ્વારા અન્નકોટ ધરાવવામાં આવશે. ૧૧ વાગ્યાથી પ્રસાદ વ્યવસ્થા રાખેલ છે. બુંદી ગાંઠીયા, કઢી ખીચડી, શાકનો પ્રસાદ પીરસાશે. આ પ્રસંગે પૂ. જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિતે ૨૨૩ દીવડાઓની આરતી ઉતારવામાં આવશે. અંદાજે પ હજાર લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હોવાનું સમિતિ (મો.૯૮૨૫૪ ૭૯૫૫૩) ની યાદીમાં જણાવાયુ છે.
રઘુવંશી યુવક મંડળ મવડી
રઘુવંશી યુવક મંડળ મવડી વિસ્તાર દ્વારા પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે તા. ૩૧ ના સોમવારે વાટલીયા પ્રજાપતિની વાડી, ઉદયનગર, સમોઝાદ સ્કુલ પાસે, મવડી ચોકડી નજીક, ઇન્દ્રપ્રસ્થ હોલની પાછળ ધામધુમથી ઉજવણીનું આયોજન કરાયુ છે. ૧૧ વાગ્યે છપ્પનભોગ આરતી થશે. બપોરે ૧૧.૩૦ થી  ૨.૩૦ સુધી મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંડળના નિલેષભાઇ રૂપારેલીયા (મો.૯૨૨૮૮ ૫૬૪૨૫), ભાવિકભાઇ માધવાણી (મો.૯૮૭૯૪ ૧૦૨૧૨), આશિષભાઇ ખગ્રામ (મો.૯૮૨૫૪ ૯૮૯૨૨), ધર્મેશભાઇ પાબારી (મો.૯૮૭૯૯ ૩૪૭૬૬) જહેમત ઉઠાવી રહ્ના છે. 

 

(4:21 pm IST)