Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

રઘુવંશી અગ્રણી હરીશભાઇ લાખાણી પરિવાર દ્વારા ભાગવત સપ્‍તાહનું અલૌકીક - જાજરમાન આયોજન : રંગેચંગે પોથીયાત્રા નિકળી

દ્વારીકા હાઇટ્‍સ (વિલેજ), માધાપર ચોકડી પાસે ૧ નવેમ્‍બર સુધી બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન સતત અમૃતવાણી વરસશે : વિખ્‍યાત વિદ્વાન પૂ.શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા (ગુરૂજી) વ્‍યાસપીઠ ઉપરથી શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનું રસપાન કરાવી રહ્યા છે : કથાનું રસપાન કરવા અને ત્‍યારબાદ મહાપ્રસાદનો લાભ લેવા ભાવિકોને હરીશભાઇ લાખાણી પરિવારનું નિમંત્રણ : રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ, ભાવિકો વિગેરે મોટી સંખ્‍યામાં પવિત્ર વાતાવરણમાં કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે

અગ્રણી ઉદ્યોગપતિ - બિલ્‍ડર શ્રી હરીશભાઇ લાખાણી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ નિમિતે રંગેચંગે પોથીયાત્રા નિકળી હતી. તસ્‍વીરમાં પોથીજીને મસ્‍તક ઉપર બિરાજમાન કરીને વ્‍યાસપીઠ સુધી લઇ જતા શ્રીમતી મીનાબેન હરીશભાઇ લાખાણી નજરે પડે છે. લાખાણી પરિવારના સભ્‍યો દર્શનભાઇ, સેજલબેન, ચિરાગભાઇ, વિમીબેન, પ્રસિધ્‍ધ કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી, કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશીર્વાદ મેળવતા નજરે પડે છે. વિશાળ રજવાડી ડોમમાં કથા શ્રવણ કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, છબીલભાઇ પોબારૂ, જયસુખભાઇ ઘોડાસરા, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા, ભરતભાઇ રૂપારેલ (દુબઇ) વિગેરે તસ્‍વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ૨૯ : સૌરાષ્‍ટ્રના એગ્રો કોમોડીટીના અગ્રણી બિઝનેસમેન, જાણીતા બિલ્‍ડર, ડીએમએલ ગ્રુપ રાજકોટના ચેરમેન, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી અને હંમેશા સામાજીક - સેવાકીય કાર્ય માટે તત્‍પર રહેતા શ્રી હરીશભાઇ લાખાણી (મો.નં. ૯૮૨૪૦ ૪૦૫૭૨) પરિવાર દ્વારા દ્વારીકા હાઇટ્‍સ (વિલેજ) પાસે, માધાપર ચોકડી, રાજકોટ ખાતે તા. ૧ નવેમ્‍બર સુધી દરરોજ બપોરે ૩.૩૦ થી ૭.૩૦ વાગ્‍યા સુધી અલૌકીક - જાજરમાન શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ઼ છે. પવિત્ર વાતાવરણમાં રજવાડી ડોમમાં ભાગવત સપ્‍તાહનું રસપાન આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત મુંબઇના વિદ્વાન પૂ.શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા (ગુરૂજી) કરાવી રહ્યા છે.
શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના પ્રથમ દિવસે રંગેચંગે પોથીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સૌરાષ્‍ટ્રના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્‍થાઓના હોદ્દેદારો, લાખાણી પરિવારના સભ્‍યો, વેપારી આગેવાનો વિગેરે જોડાયા હતા. વાજતે-ગાજતે પવિત્રતાના ભાવ સાથે પોથીજીને વ્‍યાસપીઠ સુધી લઇ જવામાં આવ્‍યા હતા અને પોથીજીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. પોથીયાત્રા દરમિયાન પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયા શણગારેલા રથમાં બિરાજમાન થયા હતા.
રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો, ભાવિકો વિગેરે મોટી સંખ્‍યામાં પવિત્ર વાતાવરણમાં શ્રી કૃષ્‍ણનામમાં લીન બનીને કથા શ્રવણ કરી રહ્યા છે. વ્‍યાસપીઠ ઉપરથી અમૃતપાન કરાવી રહેલા પૂ. ગુરૂજીની અમૃતવાણી સૌ કોઇને છેલ્લે સુધી જકડી રાખે છે.
‘જીવન જીવવા માટે છે, અટકવા માટે નથી,' આ ટાઇપની બૌધ્‍ધિક ફિલોસોફી ધરાવતા શ્રી હરીશભાઇ લાખાણી, શ્રીમતી મીનાબેન હરીશભાઇ લાખાણી, દર્શન હરીશભાઇ લાખાણી, સેજલબેન દર્શનભાઇ લાખાણી, ચિરાગ હરીશભાઇ લાખાણી, વિમીબેન ચિરાગભાઇ લાખાણી, હેમલકુમાર કિશોરભાઇ ઠક્કર, ડોલીબેન હેમલકુમાર ઠક્કર સહિતના પરિવારજનોએ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના અંતિમ વિરામ સુધી દરરોજ કથા શ્રવણનો અને ત્‍યારબાદ મહાપ્રસાદનો લાભ લેવા સૌ ભકતજનોને નિમંત્રણ પાઠવ્‍યું છે.

 

(4:19 pm IST)