Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ભાઇબીજે ૧૮ હજાર મહિલાઓઍ વિનામૂલ્યે બસ મુસાફરીની મજા માણી

રાજકોટઃ ‘ભાઇબીજ’ નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.ઍસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-  સ્ત્રીઓ માટે ‘ભાઇબીજ’ નિમિતે ‘ફ્રી બસ સેવા’ મ્યુ. કોર્પોરેશન દ્વારા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ હતું. જે અંતર્ગત ‘ભાઇબીજ’ તા. ૨૬  બુધવારના રોજ સિટી બસમાં ૭૫૬૮ અને બી.આર.ટી.ઍસ.માં ૧૧,૦૯૩ ઍમ કુલ મળીને ૧૮,૬૬૧ મહિલાઓઍ નિઃશુલ્ક મુસાફરી કરી હતી. 

(3:49 pm IST)