Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

કારડીયા રાજપુત સમાજ દ્વારા કાલે તેજસ્વી છાત્રોનું સન્માન

રાજકોટ, તા., ૨૯ઃ કારડીયા રાજપુત જ્ઞાતિ સમાજ રામમંદિર રજપુત પરા દ્વારા આયોજીત સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ તેમજ વર્ષ ૨૦૨૦-૨૧-૨૨માં વર્ષમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનોનો સન્માન કાર્યક્રમ કાલે તા. ૩૦ ને રવિવારે સાંજે ૪ થી ૧૦ મોઢ વણીક ભવન પ રજપુતપરા ખાતે યોજેલ છે. 

અતિથિ વિશેષ તરીકે શ્રી વજુભાઇ વાળા પુર્વ રાજયપાલ શ્રી કર્ણાટક રાજય, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, પ્રદીપભાઇ ડવ મેયર, ધનસુખભાઇ ભંડેરી પુર્વ ચેરમેન મ્યુ. ફાયનાન્સ બોર્ડ, ગંભીરસિંહ પરમાર પુર્વ કોર્પોરેટર, અજયસિંહ પરમાર પુર્વ કોર્પોરેટર, કિશોરભાઇ ભાજપ શહેર મહામંત્રી, શ્રીમતી સોનલબેન સેલારા કોર્પોરેટર વોર્ડ નં. ૧૩, રાજેશ્વરીબેન ડોડીયા ચેરમેન આરોગ્ય સમીતી, ચંદુભાઇ પરમાર, રાષ્ટ્રીય કરણી સેના, રમેશભાઇ ચૌહાણ, પ્રમુખ રા.સ.બેડીપરા, મહેશભાઇ રાજપુત પ્રમુખ, કા.રા.સ. રામનાથપરા, ગોવિંદભાઇ ડોડીયા પ્રમુખ સમસ્ત કા.રા.સ., હરેન્દ્રસિંહ ડોડીયા પ્રમુખ કા.રા.સ.કર્મચારી મંડળ, પ્રવિણસિંહ  હેરમા પ્રમુખ કા.રા. સ. ચેરીટેબલ ટ્રસ્ટ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

કાર્યક્રમને સફળ બનાવવા કારડીયા રાજપુત સમાજ ર-રજપુતપરા હોદેદારો પ્રમુખ અરૂણભાઇ સોલંકી, ઉપપ્રમુખ  નવલસિંહ ચુડાસમા, મંત્રી ગુલાબસિંહ સોલંકી , ખજાનચી હરીસિંહ પરમાર, સહમંત્રી રમેશભાઇ મકવાણા, સમહમંત્રી સુરેશભાઇ ભટ્ટી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સુરેશભાઇ પરમાર, વિશાલસિંહ ચૌહાણ, જીતુભાઇ  સેલારા, સહમંત્રી ભુપતભાઇ ઝાલા, દીલીપસિંહ રાઠોડ, રાકેશ દેવડા, વિમલભાઇ પરમાર, જયદીપસિંહ વાઘેલા, રણજીતસિંહ ચૌહાણ, દિલીપભાઇ ગોહેલ, ચિરાગ ભટ્ટી, વજુભાઇ પરમાર, પ્રદ્યુમનસિંહ ભટ્ટી, વિક્રમસિંહ ચૌહાણ, દેવીસિંહ ભટ્ટી, ભરતસિંહ સોલંકી, નવલસિંહ મકવાણા, જયરાજસિંહ ચૌહાણ, અશોકભાઇ ચૌહાણ, પ્રતાપસિંહ ગોહીલ, દિપસિંહભાઇ ભટ્ટી, ગીરીશભાઇ રાઠોડ, મનોજભાઇ પરમાર,  જયમલભાઇ પરમાર, હિતેશભાઇ હેરમા, નીલદીપભાઇ ભટ્ટી, ગીરીશભાઇ રાઠોડ, મનોજભાઇ પરમાર, જયમલભાઇ પરમાર,  હિતેશભાઇ હેરમા, નીલદીપભાઇ ભટ્ટી, કિશોરભાઇ ડોડીયા, પ્રવિણસિંહ બારૈયા, રમેશભાઇ ઝાલા તેમજ સમાજના અનેક સ્વયં સેવક જહેમત ઉઠાવી રહયા છે.

(3:41 pm IST)