Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવાયા

રાજકોટઃ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતી ૩૧ ઓકટોબર ૨૦૨૨ના રોજ આવનાર રાજકોટ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જે અન્વયે રાજકોટ કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં દેશની એકતા અને અખંડિતતામાં વ્યકિતગત યોગદાન અંગે કર્મચારીઓએ શપથ લીધા હતા. આ ઉપરાંત જિલ્લાની ગોંડલ, જેતપુર, જસદણ અને વિંછીયાની મામલતદાર કચેરી તેમજ લોધીકા તાલુકા પંચાયત કચેરીની સાથે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીમાં પણ એકતા દિવસના શપથ ગ્રહણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને તેના અનન્ય યોગદાન બદલ યાદ કર્યા હતા.

(3:37 pm IST)