Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

નવા વર્ષની સવારે બામણબોરના ગારીડામાં કેતન બથવારની હત્‍યાનો પ્રયાસઃ છ શખ્‍સો સામે ફરિયાદ

કેતનને નવરાત્રી વખતે મિત્ર અનિલ ધરજીયા સાથે મજાક મશ્‍કરીમાં માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી છરી, પાઇપના ઘા ઝીંકાયાઃ નવુ હોન્‍ડા લઇ ચોટીલા દર્શને જવા નીકળ્‍યો ત્‍યારે આંતરીને હુમલો

રાજકોટ તા. ૨૯: બામણબોરના ગારીડા ગામે રહેતાં અને છુટક કડીયા કામની મજૂરી કરતાં વણકર યુવાન પર નવા વર્ષની સવારે ગામમાં છ શખ્‍સોએ હીચકારો હુમલો કરી છરી, પાઇપના ઘા ફટકારી હત્‍યાની કોશિષ કરતાં આ યુવાન સારવાર હેઠળ છે. નવરાત્રી વખતે થયેલી મજાક મશ્‍કરીનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. વણકર યુવાનેનવુ બાઇક લીધું હોઇ નવા વર્ષની સવારે ચોટીલા દર્શન કરવા જવા નીકળ્‍યો ત્‍યારે અગાઉના મનદુઃખનો ખાર રાખી હુમલો કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્‍ત માહિતી મુજબ કેતન સોમાભાઇ બથવાર (વણકર) (ઉ.વ.૧૮) નામના યુવાનના બાઇકને નવા વર્ષની સવારે ગામની સીમમાં હનુમાનજી મંદિર પાસે આંતરી તેના જ મિત્ર સહિતે છરી, પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસની ટીમે રાજકોટ પહોંચી કેતનની ફરિયાદ પરથી તેના જ ગામના વિષ્‍ણુ ગોૈરીદાસ વાઘાણી, મહેશ ગોૈરીદાસ વાઘાણી, પિયુષ કલ્‍યાણભાઇ ઝાપડીયા, અનિલ જેરામભાઇ ધરજીયા, ધાર્મિક કિરીટભાઇ વાઘેલા તથા પરષોત્તમ પ્રેમજીભાઇ ધરજીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તજવીજ આદરી છે.
કેતને હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે હું છુટક કડીયા કામ કરુ છું. નવરાતરી વખતે મારે ગામના અનિલ જેરામભાઇ ધરજીયા સાથે મસ્‍તી મસ્‍તીમાં બોલાચાલી થઇ હતી તે વખતે ગામલોકોએ મને છુટા પાડયા હતાં. ત્‍યારે મેં કોઇ ફરિયાદ કરી નહોતી. પણ મનદુઃખ ચાલુ હતું. દરમિયાન બેસતા વર્ષની સવારે સાડા નવેક વાગ્‍યે હું તથા મારો કુટુંબી ભાઇ માવજી જીવણભાઇ બથવાર મારું નવુ બાઇક લીધું હોઇ જેથી ચોટીલા દર્શન કરવા જવા નીકળ્‍યા ત્‍યારે ગામથી થોડે આગળ રામાપીરના મંદિર પાસે પહોંચતા જ અનિલ, વિષ્‍ણુ, મહેશ, વિપુલ, પરષોત્તમ, ધાર્મિક સહિતે મારા બાઇકને આ઼તરી છરી, પાઇપથી હુમલો કર્યો હતો. મને ગાળો દઇ બગલ પાસે તથા જમણા સાથળે છરીના ઘા મારી દીધા હતાં. આ ઉપરાંત પાઇપ અને ઢીકાપાુટનો માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યો હતો. મારી નાખવાના ઇરાદે આ લોકોએ મારા પર હુમલો કર્યોફ
પીઆઇ એમ. એ. ઝણકાટની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

(2:44 pm IST)