Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

રતનપરના અનીતાબેને ગ્રીનલેન્ડ ચોકડીએ રિક્ષામાંથી કૂદકો માર્યો

રાજકોટ આવ્યા બાદ પરત જતી વખતે બનાવઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૯: મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં રહેતાં અનિતાબેન હિતેષભાઇ રાજપરા (સોની) (ઉ.વ.૪૮)એ ભાઇબીજની સાંજે સાડા પાંચેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએ ચાલુ રિક્ષામાંથી કૂદકો મારી દેતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. અનિતાબેનના પતિ તેલનો વેપાર કરે છે. તેમના કહેવા મુજબ પત્નિ રાજકોટ કામ માટે આવ્યા હતાં અને પરત રિક્ષામાં બેસી રતનપર જવા નીકળ્યા હતાં. ત્યારે આ બનાવ બન્યો હતો. હોઠ, મોઢા પર ઇજા પહોંચી હોઇ તેઓ બોલી શકતાં ન હોઇ પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(3:18 pm IST)