Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ઇશ્વરની હાજરીની કોઇ સાબિતી નથી હોતી પરંતુ તેની અનુભૂતિ કરવાની હોય છેઃ ભૂપેન્‍દ્રભાઇ પંડયા

ભાવગત સપ્‍તાહ દરમ્‍યાન ગુરૂજીની અમૃતવાણી

રાજકોટ તા. ર૯ : ડીએમએલ ગ્રુપના ચેરમેન અને રાજકોટના લોહાણા અગ્રણી બિલડર શ્રી હરીભાઇ લાખાણીના યજમાનપદે ભવ્‍ય-અલૌકિક ભાગવત ભાગવત સપ્‍તાહ ચાલી રહી છે. જેમાં મુખ્‍ય વકતા પૂ.  ભુપેન્‍દ્રભાઇ પંડયા (ગુરૂજી) એ વ્‍યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે ઇશ્વરની હાજરીની કોઇ સાબિતી નથી હોતી પરંતુ તેની માત્ર અનુભૂતિ કરવાની હોય છે.જેવી રીતે હવાને જોઇ નથી શકાતી તેમ ઇશ્વરને પણ આપણે જોઇ નથી શકતા, પરંતુ તેને અનુભવી શકાય છે. સાચા ભાવ-હૃદયથી કરેલી પ્રાર્થના ઇશ્વર હંમેશા સાંભળે જ છે.

ભાગવત સપ્તાહ દરમ્‍યાન નૃસિંહ અવતાર સાથે પૂ. ગુરૂજીએ ખૂબ સરસ વાત કરીને જણાવ્‍યુ હતું કે પ્રભુએ તેના ભકતની વાતને સાચી કરવા માટે તો આવું જ પડે છે. જીવનમાં પ્રભુભકિત હોય તો વ્‍યકિતમાં કદી પણ અભિમાન ન આવે. સરળ, સાલસ, નિરાભીમાની, સમાજમાં મનુષ્‍યની સતત સેવા કરતા મહેનતુ, સત્‍ય  બોલનારા વ્‍યકિત હંમેશા ઇશ્વરને પસંદ હોય છે. તેનુ પણ પૂ. ગુરૂજીએ જણાવ્‍યું હતું.

(12:26 pm IST)