Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

એડવોકેટ રમેશભાઈ કાપડીયાની નવી ઓફીસનું કાલે રવિવારે નવપ્રસ્‍થાન

રાજકોટઃ રેવન્‍યુ તેમજ સીવીલ કેસોનાં પ્રેકટીસનર એડવોકેટશ્રી રમેશભાઈ કાપડીયાની નવી ઓફીસ કુવાડવા રોડ પ આવેલ ગુરૂદેવપાર્ક પાસે, કુવાડવા મેઈન રોડ, રાજકોટ ખાતે તા.૩૦ને રવિવારનાં રોજ શુભ નવપ્રસ્‍થાન કરવાનું નિર્ધારેલ છે. રમેશભાઈ કાપડીયા રેવન્‍યુ તથા દિવાની કાયદાઓનો નાની ઉંમરમાં ઉંડો અભ્‍યાસ કરી સારા એવા કેસોમાં તેઓના અસીલની તરફેણમાં ચુકાદાઓ મેળવી શકેલ છે. તેઓની જુની ઓફીસનાં સ્‍થળે જ અત્‍યંત આધુનિક અને સુંદર નવી ઓફીસનું આયોજન કરી નવપ્રસ્‍થાન કરી રહ્યા છે. આ પ્રસંગે બાર એસોસીએશનનાં સભ્‍યો, મિત્ર વર્તુળ, બહોળો કલાયન્‍ટ વર્ગ, શુભ ચિંતકો તથા સગા સંબંધીઓ તરફથી રમેશભાઈ કાપડીયાને તેમના મો.૯૯૨૪૪ ૪૪૦૨૨ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

 

(11:45 am IST)