Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રૈયા ચોકડીએ મજૂરોને મેલાઘેલા જુના માસ્કમાં જોતાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ અપાવ્યા નવા માસ્ક

એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ પટેલ અને ટીમે મજૂરોમાં માસ્ક વિતરણ કર્યુ

રાજકોટઃ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બીજા તંત્રોની સાથે પોલીસ તંત્ર પણ પહેલેથી સક્રિય છે. રૈયા ચોકડી ખાતે રોજેરોજનું કમાઇને ખાનારા મજૂરો દરરોજ મોટી સંખ્યામાં એકઠા થતાં હોઇ અને મજૂરી શોધવા આવે ત્યારે ખુબ મેલાઘેલા જુના માસ્ક પહેરીને ઉભા હોવાનું  ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના ધ્યાનમાં આવતાં તેમણે આવા લોકોને નવા માસ્ક પુરા પાડવા સુચન કરતાં એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાની રાહબરીમાં ગાંધીગ્રામના પીઆઇ ખુમાનસિંહ એ. વાળા તેમજ ડી. સ્ટાફના પીએસઆઇ આર. એસ. પટેલ તેમજ ટીમે રૈયા ચોકડીએ મજૂરીની શોધ માટે એકઠા થયેલા મજૂરોને માસ્કનું વિતરણ કર્યુ હતું અને કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ સતત શહેરીજનોને જાગૃત રહેવા અનુરોધ કરતાં રહે છે. દરમિયાન ડીસીપી મનોહરસિંહ જાડેજાની નજરે ચડેલા મજૂરોને આજે નવા માસ્ક પોલીસ તરફથી મળતાં સોૈ ખુશ થયા હતાં અને નિયમોનું પાલન કરશે તેવી ખાત્રી આપી હતી

(3:57 pm IST)