Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કાલથી ૪૮ ખેડુતોને ૧૧ કરોડની ચુકવણી થશે

રૂરલ પ્રાંત દેસાઇ દ્વારા કાર્યવાહીઃ રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેક રેેલ લાઇન માટે ૬ ગામની જમીન સંપાદન

રાજકોટ, તા., ૨૮: આવતીકાલથી રાજકોટ તાલુકાના ૬ ગામના ૪૮ ખેડુતોને જે ૪પ હજારથી વધુ ચો.મી. જમીન સંપાદીત થઇ છે. તે અંગેના વાંધાઓની સુનાવણી પુરી થતા અને જમીન સંપાદન કાર્ય સંપન્ન થતા હવે આ જમીનની કિંમતની ચુકવણી રૂરલ પ્રાંત શ્રી દેસાઇના માર્ગદર્શન હેઠળ રેલ્વે તંત્ર દ્વારા શરૂ કરાશે.

રૂરલ પ્રાંતના ઉમેર્યા પ્રમાણે કુલ ૬ ગામના ૪૮ ખેડુતોની જમીન રાજકોટ-સુરેન્દ્રનગર રેલ્વે ડબલ ટ્રેક પ્રોજેકટ માટે સંપાદન કરાઇ હતી. આ જમીન ૪પ હજારથી વધુ ચો.મી. થવા જાય છે. જેની કુલ ૧૧ કરોડથી વધુની ચુકવણી કાલથી ખેડુતોને કરાશે.

(3:56 pm IST)