Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોઠારી ડિપાર્ટમેન્ટવાળા ભૂપેન્દ્રભાઇ કોઠારીનો બિમારીથી કંટાળી આપઘાત

બ્લડપ્રેસર-ડાયાબિટીશની બિમારીથી કંટાળી ગયા'તાઃ ઘરે ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૨૮: શહેરના કાલાવડ રોડ પર શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતાં અને લાખાજીરાજ રોડ પર કોઠારી ડિપાર્ટમેન્ટલ સ્ટોર નામે વેપાર કરતાં ખુબ જુના અને જાણીતા વેપારી ભૂપેન્દ્રભાઇ નટવરભાઇ કોઠારી (ઉ.વ.૬૯)એ ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારજનો અને વેપારી આલમમાં શોક છવાઇ ગયો છે.

ભૂપેન્દ્રભાઇએ ગઇકાલે સાંજે પોતાની ઘરે પંખામાં દોરી બાંધી આ પગલુ ભરી લીધાની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ભૂપેન્દ્રભાઇને બ્લડપ્રેશર, ડાયાબિટીશ સહિતની બિમારી હતી. તેમણે ચિઠ્ઠી લખી છે તેમાં પણ બિમારીથી કંટાળીને પોતાની મેળે આ પગલુ ભરી રહ્યાનો ઉલ્લેખ છે.

તેમને સંતાનમાં એક પુત્ર છે. જે દોઢસો રિંગ રોડ પર ઇમ્પિરીયલ હાઇ્ટસમાં કોઠારી નામે શો રૂમ ધરાવે છે. ભૂપેન્દ્રભાઇ  કોઠારી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કિચનવેરના વેંચાણ માટે જાણીતા હતાં.

(3:53 pm IST)