Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કાલે ૨૯ સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે

વિશ્વમાં દર વર્ષે ૧૭૯ લાખ લોકો કાર્ડીયોવાસ્કયુલર ડીઝીઝથી મૃત્યુ પામે છે

રાજકોટ, તા. ૨૯ : સપ્ટેમ્બરે દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે ઉજવાય છે.

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના કાર્ડીયોલોજીસ્ટ અને હૃદયરોગ નિષ્ણાંત ડો.કપિલ વિરપરીયાએ વર્લ્ડ હાર્ટ ડેના સંદર્ભમાં જણાવેલ કે વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી મુખ્ય કારણ હૃદય અને હૃદયમાંથી શરીરના બધા અંગો તરફ લોહી પહોંચાડતી નસો જેને ધમની કહે છે. તેના રોગો એટલે કે કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ છે. વિશ્વમાં દર વર્ષ ૧.૭૯ લાખ લોકો કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝને કારણે મૃત્યુ પામે છે. બીજા ખંડના સાપેક્ષમાં એશીયા ખંડમાં કાર્ડીયો વાસ્કયુલર ડીસીઝનું પ્રમાણ વધારે છે. એશીયામાં આપવા દેશમાં આ રોગ બીજા દેશ કરતા વધારે માત્રામાં અને નાની ઉંમરમાં જોવા મળે છે. ભારતમાં આ રોગ વધારે હોવાનું ચોક્કસ કારણ નથી જાણી શકાયુ પરંતુ જનીન સંબંધી કારણ (જીનેટીક) ફેકટર બેઠાળુ જીવન, હવાનું પ્રદૂષણ અને બીન આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે.

ડો.કપિલ વીરપરીયાએ વધુમાં માહિતી આપતા જણાવેલ કે કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ થવાના મુખ્ય જોખમી પરીબળોમાં ધુમ્રપાન, ડાયાબીટીસ, હાઈબ્લડ પ્રેશર, મેદસ્વીપણુ, હવાનું પ્રદૂષણ, વારસાગત બેઠાળુ જીવન, વધતી ઉંમર, બીન આરોગ્યપ્રદ ખોરાક, અપુરતી ઉંઘ, માનસિક તણાવ જેવા પરીબળો મુખ્ય છે. ડો.કપિલ વીરપરીયાએ વધુમાં જણાવેલ કે કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ અટકાવવા માટે લાઈફ સ્ટાઇલ મોડીફીકેશન, ફીઝીકલ એકટીવીટી કરવી, ધુમ્રપાન બંધ કરો, વજન ઘટાડો, પુરતી ઉંઘ કરો, સ્વભાવ શાંત રાખો, બ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવા રોગોને કાબુમાં રાખવા તમારા ડોકટરની સલાહ પ્રમાણે નિયમીત દવા લો.

(3:52 pm IST)