Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રૈયા રોડ નહેરૂનગરમાંથી દારૂની ૨૪ બોટલ સાથે જાવેદ અને મહિપતસિંહને ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ

ક્રાઇમ બ્રાંચના કોન્સ. પ્રતાપસિંહ અને ક્રિપાલસિંહની બાતમીઃ ટંકારાના વાછકપર (બેડી)માં મોટો જથ્થો હોવાની કેફીયત આપતા ટંકારા પોલીસે ૫.૪૫ લાખનો જથ્થો કબ્જે કર્યો

રાજકોટ,તા. ૨૮: રૈયા રોડ પર નહેરૂનગરમાં ખુલ્લા પટમાંથી ક્રાઇમબ્રાંચની ટીમે દરોડી પાડી દારૂી ૨૪ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા. બંનેની પુછપરછમાં ટંકારાના વાછક પર (બેડી)માં મોટો જથ્થો હોવાની કેફીયત આપતા ક્રાઇમ બ્રાંચે જાણ કરતા ટંકારા પોલીસે રૂ. ૫.૪૫ લાખના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભાઇ ગઢવી, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા તથા દેવાભાઇ ધરજીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. પ્રતાપસિંહ જાડેજા અને ક્રીપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રૈયા રોડ નહેરૂનગર -૩ના જાવેદ ઉર્ફે રીકી યુનુસભાઇ મામદી (ઉવ.૩૧) અને રતનપર ગામ મૂળ રાપરના ડાભોડાના મહિપતસિંહ ઉર્ફે ભાણુભા ટપુભા જાડેજા (ઉવ.૪૧)ને વિદેશી દારૂની ૨૪ બોટલ કિંમત રૂ. ૧૬,૦૦૦ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંનેની પુછપરછ કરતા જાવેદ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. મહિપતસિંહ આપવા આવતા બંનેને ઝડપી લેવાયા હતા અને ટંકારાના વાછક પર (બેડી) ગામ પાસે વાડી વિસ્તારમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની મહિપતસિંહ જાડેજાએ કેફીયત આપતા ક્રાઇમ બ્રાંચની ટીમે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે વાછકપર (બેડી) ગામ પાસે વાડીમાંથી રૂ.૫,૪૫,૪૦૦ની કિંમતની દારૂની ૧૧૭૬ બોટલ કબ્જે કરી હતી.

(3:18 pm IST)