Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ચામુંડાનગરમાં અંબિકાબેન સામંતાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ અંબિકા સોસાયટીમાં રહેતી અંબિકાબેન અભિજીત સામંતા (ઉ.વ.૨૪)ને રાત્રે બેભાન થઇ જતાં સ્િવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતકના પતિ અભિજીત ઇમિટેશનનું કામ કરે છે. મુળ બંગાળના વતની છે. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(12:56 pm IST)