Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બહુજન ક્રાંતિ મોરચા દ્વારા કાલે જેલભરો આંદોલન

જોખમાતા લોકતંત્ર સામે સુવ્યવસ્થા જાળવવાની માંગણી બુલંદ

રાજકોટ, તા. ૨૫ : લોકતંત્રને બચાવવાની માંગ સાથે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા કાલે તા.૧ના શુક્રવારે જેલભરો કાર્યક્રમનું એલાન કરાયું છે.

આ અંગે બહુજન મોરચો રાજકોટના આગેવાનોએ જણાવ્યુ હતું કે લોકતંત્ર ઉપર જોખમ હોય સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમારૂ અભિયાન છે.

કોર્ટના આદેશ છતાં ચૂંટણી આયોગના વીવીએટીની ૧૦૦% ગણત્રી નથી કરતો. ૧૦ ટકા આર્થિક આધાર પર આરક્ષણ દઈને સંવિધાનની કલમ મુજબના અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ૧૩ પોઈન્ટ રોસ્ટર પ્રણાલી મુજબ એસ.સી. એસ.ટી. અને ઓબીસીના લોકોને પ્રતિનિધિત્વ હિન કરવા સહિતના મુદ્દાઓને લઈને જેલભરો આંદોલનનું એલાન કરાયું છે.

જાતિ આધારીત ગણતરી કરીને ૧૦૦%  આરક્ષણ તેમજ કમ્યુનલ વાયલેન્સ પ્રિવેન્શન એકટ બનાવવા સામે તેમજ એસટી વર્ગને જળ, જંગલ, જમીનથી બેદખલ કરવા સામે આક્રોશ વ્યકત થઈ રહ્યો હોય આ આંદોલન આરંભાયું છે.

આવતીકાલે શુક્રવારે સાંજે ૪ વાગ્યે હોસ્પિટલ ચોક, ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવશે તેમ જણાવાયુ હતું. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:59 pm IST)