Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સર્વોદય સ્કુલ પાળ રોડનું શિક્ષણમંત્રી ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ : સર્વોદય સ્કૂલ પાળ રોડ,રાજકોટ ખાતે નવનિર્મીત શાળા ભવન ઉદ્ઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલ. શાળા ભવનનું ઉદ્ઘાટન શાસ્ત્રોકત વીધી મુજબ પવિત્ર હવન અને શ્લોકના ગુંજન સાથે કરવામાં આવેલ.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે અનાવરણ કાર્યક્રમ અંતર્ગત શાળા ભવનનું જ્ઞાનદ્વાર ખુલ્લુ મુકવામાં આવેલ, ત્યારબાદ શાળા કાર્યક્રમ અંતર્ગત સંસ્થાપક ભરતભાઇ ગાજીપરાના માતુશ્રી શાંતાબાના હસ્તે સરસ્વતી માતાનું  દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમ રાજકોટ શહેરના પ્રબુધ્ધ નાગરીકો, કેળવણીકારો, વિવિધ સંસ્થાઓનાં આગેવાનો, પ્રસિધ્ધ ડોકટર્સ, વિવિધ શાળાનાં સંચાલકશ્રીઓ તેમજ સ્વનિર્ભર સંસ્થાના પ્રમુખ, મંત્રી, ઉદ્યોગપતિશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

શિક્ષણ મંત્રીશ્રીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે ''સર્વોદય શાળાની રાષ્ટ્ર પ્રેમની વિચારધારા ખુબજ મહત્વની છે. શાળાની શૈક્ષણીક બાબતો અંગે તેમને ભરતભાઇ ગાજીપરાના પ્રયત્નલને બિરદાવેલ. વિશેષમાં શિક્ષણમંત્રીશ્રીએ જણાવેલ કે પ્રવર્તમાન સમયમાં સુદ્રઢ સમાજ રચના માટે શિક્ષકનું સ્થાન ખુબ અગત્યનું છે. તેમણે શિક્ષકોને આગ્રહ પુર્વક જણાવેલ કે મહાન પુરૂષોના જીવનચરિત્રની બાબતો વિદ્યાર્થીઓને માત્ર માહીતી રૂપે ન આપતા મહાન પુરૂષોના જીવનમુલ્યોમાંથી વિદ્યાર્થી તેમના જીવનમાં અમલ કરતો થાય તે જરૂરી છે.

શાળાના સંસ્થાપક ભરતભાઇ ગાજીપરા, ગીતાબેન ગાજીપરા અને શાળાના વિભાગીય વડાશ્રીઓએ પુલવામા શહિદ વીરોને શિક્ષણમંત્રીશ્રીની હાજરીમાં ૨,૫૧,૦૦૦/- નો ચેક અર્પણ કરાર્યો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી કુલ નાયક ડો. વિજયભાઇ દેશાણી, સંસ્કૃતિક શિક્ષણ સમાજના પ્રમુખ ઘનશ્યામભાઇ હેરભા , સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજયના ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ અજયભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી  આર.એસ. ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી મેહુલભાઇ વ્યાસ, પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ હેમભા વાઢેર અતિથી વિશેષ તરીકે ઉપસ્ર્થિત રહ્યાં હતા. સર્વોદય સ્કુલના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ, જેમને સંસ્થાપક ભરતભાઇ ગાજીપરાએ અભિનંદન આપેલ.

(3:58 pm IST)