Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા ૧૨મીએ સમૂહ રાંદલ માના લોટા : ગરબા - ભજન

રાજકોટ, તા. ૨૮ : લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા આગામી ૧૨ માર્ચના રોજ કે.કે.વી. હોલ ખાતે સમૂહ રાંદલ માના લોટાનું આયોજન કરવામાં આવેલ છે. તે જ દિવસે સાંજના ૫ થી ૭ માતાજીના ગરબા, ભજનનો કાર્યક્રમ પણ હોલમાં રાખેલ છે. રઘુવંશી બહેનોને લોટા લખાવા હોય તેઓએ તા.૭માર્ચના સાંજના ૫ થી ૬ાા દરમિયાન કે.કે.વી. હોલમાં લખાવી જવા. બે લોટાના રૂ.૨૫૦૦ છે. વધુ વિગત માટે વીણાબેન પાંધી - ૯૮૨૫૦ ૯૦૩૦૮ તથા હંસાબેન ગણાત્રા - ૨૪૬૦૨૩૨નો સંપર્ક સાધવો.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વીણાબેન પાંધી, મંત્રી હંસાબેન ગણાત્રા, કારોબારી સભ્યો લતાબેન તન્ના, નયનાબેન પાંધી, મીનલબેન સોનપાલ, કંચનબેન કોટેચા, ચેતનાબેન લાલ, હેમાબેન કક્કડ, દક્ષાબેન રાજદેવ જહેમત ઉઠાવી રહ્યા છે.

ગ્રીન ઉંધીયા અને વકતૃત્વ સ્પર્ધા

લોહાણા સખી મહિલા વૃંદ યુ-૧/૩ના સભ્યો માટે તા.૬ના સાંજના ૫ વાગ્યે કેસરીયાવાડી કરણપરા ખાતે ગ્રીન ઉંધીયા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હોવાનું રઘુવંશી મહિલા આગેવાનોએ જણાવ્યુ હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:44 pm IST)