Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલથી ર૧ દિવસીય સક્રિય ધ્યાન પ્રયોગો

રાજકોટ, તા. ર૮ :  પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વભરમાં ઓશો સક્રિય ધ્યાન યજ્ઞ ૧ માર્ચ થી ર૧ માર્ચ સુધી ચાલશે. ઓશોની આ ધ્યાન પધ્ધતિ ઘણી પ્રસિધ્ધ અને લોકપ્રિય થયેલી છે. તેના અનુસંધાને રાજકોટમાં આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાનમંદિર, ગોંડલ રોડ, મવડી રેલ્વે ફાટક પાસે વૈદવાડી, પર સવારે ૬ થી ૭ નિયમિત આ ધ્યાન પ્રયોગ થશે. સક્રિય ધ્યાન (એક કલાકના) ધ્યાન પ્રયોગની સમજુતી નીચે મુજબ છે.

પહેલી ચરણ : (૧૦ મીનીટ)

ઉભા રહી તીવ્ર ઉંડો શ્વાસ લ્યો, આ ક્રિયામાં પુરી શકિત લગાવવાની છે. શ્વાસ નાકથી લ્યો. શ્વાસને બહાર કાઢવા ઉપર વધુ જોર લગાવો જેથી શ્વાસનું અંદર જવુ઼ સહજ થઇ જશે.

બીજુ ચરણ : (૧૦ મીનીટ)

શરીરને કુદરવા ઉછળવા માટે ઢીલુ છોડી દો. આંતરિક ભાવ આવેગોને પ્રગટ થવા દો. પાગલ બની જાવ, રડો, નાચો, કુદો, હસો જે કંઇપણ થાય તેને સહયોગ કરો અને તેને તીવ્રતા આપો.

ત્રીજુ ચરણ : (૧૦ મીનીટ)

બંને હાથ ઉપર કરો અને કુદવાનું ચાલુ કરો. પુરી તાકાતથી મહામંત્રી ''હૂં-હૂં-હૂં'' નો ઉચ્ચારો કરો મહામંત્ર 'હું'ની ચોટ નાભિ કેન્દ્ર પર પડે છે. આ ચરણને તીવ્રતાના શીખર સુધી લઇ જાઓ.

ચોથુ ચરણ : (૧પ મીનીટ)

અચાનક બધી ગતિઓ, ક્રિયા અને હૂ-હૂનો અવાજ વિ. બધુ બંધ કરી, શરીર જે સ્થિતિમાં હોય તે જ રીતે સ્થિર કરો. સંપૂર્ણ રીતે નિષ્ક્રીય તથા સજાગ બની જાઓ. એક ગહન શાંતિ તથા શૂન્યતા ભીતર ઘટશે.

પાંચમું ચરણ : (૧પ મીનીટ)

આનંદ અને અહોભાવથી નાચો, ગાઓ તથા ઉત્સવ મનાવો. ભીતર છવાયેલ આનંદને અભિવ્યકત કરો.

પ્રથમ ચરણની સમજાૂતિ : તમારા મનની અવસ્થાની સાથે શ્વાસની લયનો ગ્રહન સંબંધ છે. જો તમે તમારા શ્વાસની લય બદલી નાખો તો તમારા મનની અવસ્થા પણ બદલાઇ જાય છે. આપણે ક્રોધમાં હોઇએ કે ભાવમાં હોઇએ કે આરામમાં હોઇએ, દરેક વખતે શ્વાસની લય જુદી જુદી હોય છે. પહેલા ચરણમાં તીવ્ર શ્વાસ-પ્રશ્વાસ અતીતીના બધા જ રીત સરમને તોડવા માટે છે. તમે શરીર અને મન એમ બે નથી મનોશારીરિક છો એટલે જ તમારા શરીર સાથે થતું હોય છે તે મન સુધી પહોંચે છે. તીવ્ર અને ઝડપી શ્વાસ તમને વધુ ઓકસીઝન આપે છે. શરીરમાં ઓકસીઝન વધુ થવાથી જીંવતતા વધે અને સરલતા આવે છે.

બીજા ચરણની સમજુતિ :

બીજું ચરણ રેચનનું છે. હું તમે સચેતન રૂપથી પાગલ થવા કહુ છું જે કંઇપણ તમારા મનમાં આવે તેને અભિવ્યકિત થવા દયો. આપણે એટલા નકલી થઇ ગયા છીએ કે આપણાથી કંઇપણ વાસ્તવિક થવું મુશ્કેલ છે. તેથી શરૂમાં સુપ્રયાસ રડો, હસો, નાચો, કુદો જે કંઇપણ ભાવ જાગે તેને અભિવ્યકત થવા દો. જેવા તમો મુળ સ્ત્રોતને સ્પર્શશો, જે કંઇ દમન કરીને રાખ્યું છે તે બધુ બહાર નીકળશે એટલે તમે સ્વયંને નિર્ભાર અનુભવ કરશો. એક નવું જીવન તમારામાં આવશે. નિર્ભારતા આવ્યા પછી મનુષ્ય ધ્યાનમાં ડૂબી શકે છે. સમસ્ત દમનોથી ખાલી થવાનું છે. તે પછી રૂપાંતર થઇ શકે.

ત્રીજાચરણની સમજુતિ :

ત્રીજા ચરણમાં 'હૂ' ઉચ્ચારનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળમાં કેટલાક પ્રકારની ધ્વનિનો ઉપયોગ થયો છે. દરેક ધ્વનિનો વિશેષ પ્રભાવ છે. હિન્દુ લોકો 'ઓમ' ધ્યનિનો ઉપયોગ કરે છે. 'ઓમ' હૃદય કેન્દ્ર પર ચોટ આપે છે. હાલનો મનુષ્ય હૃદય કેન્દ્રિત નથી સુફિઓએ 'હું' નો  ઉપયોગ કર્યો છે. તે તીવ્રતાથી કરો તો તે તમારા કામ કેન્દ્ર સુધી જાય છે. આ ધ્વનિનો પ્રવાહ અંતરા સુધી ત્યારે પહોંચે જ્યારે તમે ખાલી હો. પહેલું અને બીજું ચરણ પુરી તિવ્રતાથી કર્યુ હોય તો ત્રીજા ચરણ 'હું'નો ધ્વનિ તમારા અંતસનો ઉડાણમાં જશે અને કામ કેન્દ્ર પર ચોટ કરશે. કામ કેન્દ્ર પર બે રીતે ચોટ થઇ શકે છે. પહેલી રીતે પ્રકૃતિક છે. જયારે વ્પિરીત યૌનની કોઇ બીજી વ્યકિતથી આકર્ષિત થાઓ ત્યારે કામ કેન્દ્ર પર બહારથી કામ કેન્દ્ર પર ચોટ પડે છે. ત્યારે તમારી ઉર્જા બહારની તરફ વહેવી શરૂ થાય છે. 'હું' એ જ કામ ઉર્જાના કેન્દ્ર પર ચોટ કરે છે. પરંતુ ભીતરથી જયારે કામ કેન્દ્ર પર ચોટ પડે છે. ત્યારે ઉર્જા ભીતર પરવાહિત થાય છે. આ ઉર્જાનો ભીતરી પરવાહ તમને રૂપાંતરિક કરે છે. તમે ફકત ત્યારે જ રૂપાંતરિત થાવ છો. જયારે તમારી ઉર્જા વિપરિત આયામમાં વહેવા લાગે તયારે તો નીચે તરફ વહી રહી છે. પરંતુ પછી તે ઉપર તરફ વહેવા લાગશે. આ ઉર્જાનું ઉર્ધ્વગમન જ કુંડલીની તરીકે ઓળખાય છે. તમે મેરૂદંડમાં ઉપર જતી ઉર્જા અનુભવ કરી શકશો. ત્યારે તમો પણ સાથે સાથે એટલી ઉંચાઇ પામી શકશો. ત્રીજા ચરણમાં ઉર્જાને ઉર્ધ્વગામી બનાવવા 'હું'નો વાહન તરીકે ઉપયોગ કર્યો છે. આમ પહેલા ત્રણ ચરણ રેચનકારી છે., ધ્યાન નથી. પરંતુ ધ્યાનમાં પ્રવેશની પૂર્વભૂમિકા છે.

ચોથા ચરણની સમજુતિ

ચોથા ચરણમાં એકદમ સ્થિર થઇ જવાનું છે. કારણ તમારી કોઇપણ જાતની ગતિથી ઉર્જાના ઉર્ધ્વગામી પ્રવાહમાં વિશેષ પડશે અને ધ્યાન વિખરાઇ જશે. કંઇ ન કરો શરીરને મૃતવંત બની રહેવા દો, જેથી ઉર્જાના ઉર્ધ્વગમન કરી શકે અને ઉર્જાના ઉર્ધ્વગમનથી તમે શાંતિ અને મૌન થવા લાગો છો આ મૌનમાં તમે એક સાક્ષી માત્ર થઇ જાવ. જયાં સુધી આ ત્રણ ચરણ પુરી તીવ્રતાથી નહી કર્યા હોય ત્યાં સુધી તમે સ્વ.માં સ્થિર નહીં થઇ શકો. આ ધ્યાનમાં જે કંઇ ઘટી રહ્યું છે. તે શબ્દોથી થાય છે આ ફકત અનુભવ નથી પરંતુ અંતવિકાસ છે.

પાંચમા ચરણની સમજુતિ : શરીરને ઢીલુ છોડી દો ભીતર છવાયેલ આનંદને વેગ આપો. અને અહોભાવથી નાચો, ગાઓ અને ઉત્સવ મનાવો. ઉપર મુજબના ધ્યાન પ્રયોગમાં સહભાગી થવા સ્વામિ સત્યપ્રકાશ ધ્યાન મંદિરનું હાર્દિક આમંત્રણ છે.

નવા મેગેઝીનો ઉપલબ્ધ

રાજકોટ સંબુધ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શન રૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે. ઓશો પ્રવચનો સાંભળી-સંભળાવી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે 'યૈસ ઓશો' 'ઓશો વર્લ્ડ' તથા 'ઓશો શૂન્ય કે પાર' નામના મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોંચાડવાની જ્ઞાન - ગંગા રૂપી યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્ય પ્રકાશ દ્વારા અવિરતપર્ણ આગળ ધપાવાઇ રહી છે.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ પર સંપર્ક કરી શકાય છે. તેમજ વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, જયેશભાઇ કોટક ૯૪ર૬૯ ૯૬૮૪૩, રાજનભાઇ સંઘાણી ૯રર૭પ ૭૬૮૯૧નો સંપર્ક થઇ શકે છે. (૯.ર)

- સ્વામી સત્ય પ્રકાશ

(3:43 pm IST)
  • અમેરિકા બાદ યુરોપિયન યુનિયને કરી આપીલ :ભારત અને પાકિસ્તાનને યુદ્ધથી બચવા અપીલ કરતુ યુરોપિયન યુનિયન :યુરિપયન સંઘે કહ્યું કે આશા છે કે બન્ને દેશો અતિ સંયમથી વર્તશે અને આગળ કોઈને ઉશ્કેરવાથી બચશે access_time 12:51 am IST

  • ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલીથી મહારાષ્ટ્રનું બજેટ સત્ર વચ્ચેથી જ પુરૂ કરવા નિર્ણયઃ મુંબઈ મેટ્રોના ૧૨ સ્ટેશનોએ રેડ એલર્ટઃ મુંબઈ, નાગપુર અને પુના આતંકીઓના નિશાન ઉપર access_time 3:43 pm IST

  • સ્થિતિ સામાન્ય થાય તો જ છૂટકારાનો સંભવ : પાકિસ્તાને ભારતીય પાયલોટ અભિનંદન વર્તમાનને છોડી મૂકવા માટે શર્ત રાખી : શાહ મહમૂદ કુરૈશી :પાકિસ્તાનની વિદેશ પ્રધાને કહ્યું કે અભિનંદન સંપૂર્ણ સુરક્ષીત છે : તેની તમામ પ્રકારે હિફાઝત કરવામાં આવી રહી છે access_time 12:44 pm IST