Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રવિવારે નવાગામ શ્રી નુરસતાગોર ધામમાં શ્રી ક્ષત્રિય ખાંટ રાજપુત યુવા શકિત સંગઠન દ્વારા સમુહલગ્ન

૫૧ નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે : વ્યસનમુકિત, બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પ લેશે : શહિદ વિર જવાનોને શ્રધ્ધાંજલી અપાશે

સમુહલગ્નની વિગતો 'અકિલા' કાર્યાલયે આપતા આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૪૫.૩)

રાજકોટ તા.૨૮ : જૂનાગઢ જીલ્લાના નવાગામ બિલખામાં શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન દ્વારા તા.૩-૩-૧૯ને રવિવારે નુરસતા ગોરધામ ખાતે તૃતિય સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયુ છે. જે અંગે 'અકિલા' કાર્યાલય ખાતે આયોજકોએ વિગતો વર્ણવી હતી.

આયોજકોએ જણાવ્યું કે, તા.૩ને રવિવારે સવારે ૬ વાગ્યે ગણપતિ સ્થાપન, જાન આગમન, સવારે ૧૦ વાગ્યે હસ્ત મેળાપ, બપોરે ૧૧ વાગ્યે ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્યે સન્માન સમારંભ તથા બપોરે ૧ વાગ્યે વિદાય સમારંભ યોજાશે. તા.ર-૩-૧૯ને શનિવારે નિતીનભાઇ મુળીયા, પૂનમબેન રાઠોડ, સિધ્ધાંત ચાવડા સહિતના સંતવાણી લોકડાયરો રજૂ કરશે.

આ સમુહલગ્નમાં ૫૧ નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે તેમજ વ્યસનમુકિત, બેટી બચાવો, બેટી પઢાઓના સંકલ્પ લઇને કાશ્મીરના પુલવામાં થયેલા હુમલા વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે.

આ તકે પૂ.રાજેન્દ્રદાસબાપુ (તોરણીયા), પૂ.હરિદાસજી પૂ.દેવાનંભારતીજી ધીરૂભાઇ સરવૈયા, ડો.જયેન્દ્રભાઇ પીપળીયા, ભૂપતભાઇ સોલંકી, વેલજીભાઇ સરવૈયા, જેસુખભાઇ ગુજરાતી, રાજેશભાઇ ચુડાસમા, જયેશભાઇ રાદડીયા, નારણભાઇ કાછડીયા સહિતના ઉપસ્થિત રહેશે.

સમુહલગ્ન માટે જૂદા જૂદા ગામના લોકો આગેવાનો દાતાઓનો સહયોગ મળ્યો છે.

સફળ બનાવવા શ્રીખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન સમુહલગ્ન સમિતિના હોદ્દેદારો,કાર્યકરો જહેમત ઉઠાવે છે. વધુ વિગતો માટે પ્રવિણભાઇ બી.વાઘેલા (કરીયા) મો. ૯૮૨૫૨ ૪૯૬૨૯ અથવા મો. ૭૩૫૯૯ ૪૦૧૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

'અકિલા' કાર્યાલયે મુકેશભાઇ બચુભાઇ ઝાલા ગોંડલ અધ્યક્ષશ્રી, પ્રવિણભાઇ બચુભાઇ વાઘેલા કરીયા પ્રમુખશ્રી, ભાવેશભાઇ મકવાણા, કીશનભાઇ મોરબીયા, મિહીરભાઇ મુળીયા, ધર્મેશભાઇ પીપળીયા, આર.કે.બાટવીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિગતો વર્ણવી હતી.(૪૫.૩)

 

 

(12:10 pm IST)