Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સામાજીક હસ્તક્ષેપથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડીકલ ફેકલ્ટીમાં બે પરીક્ષકો બદલાયા? ચર્ચા

નિયમ મુજબની નિમણુંક બાદ પીજી મેડીકલમાં હઠાગ્રહથી ફેરફાર થયાનો ગણગણાટ

રાજકોટ, તા. ૨૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે વિવાદ પીછો છોડતી ન હોય તેમ એક પછી એક વિવાદ વકરે છે. હાલમાં ચાલતી પી.જી. મેડીકલની પરીક્ષામાં પણ એક સામાજીક હસ્તક્ષેપથી બે પરીક્ષક બદલાયાની ચર્ચાએ જોર પકડતા ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.

મેડીકલ ફેકલ્ટીમાં ચર્ચાતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈપણ પરીક્ષા પૂર્વે જે તે ફેકલ્ટીના ડીન વિષય નિષ્ણાંત અને કુલપતિના માન્ય સભ્યો હાજર રહીને પરીક્ષક નિમાતા હોય છે. ત્યારે પી.જી. મેડીકલની પી.જી. પરીક્ષામાં પણ આ પદ્ધતિથી પરીક્ષકોની નિમણુક થઈ ગઈ હતી દરમિયાન ગોપનીય બાબત લીક થતા બે નામ સામે ગુજરાતના ટોચના સામાજીક લેવલથી વિરોધ ઉઠયો હોવાની ભારે ચર્ચા છે અને તેમના કહેવાતા ફોન પછી નામ બદલાયાનો ભારે ગણગણાટ છે.

મેડીકલ ફેકલ્ટીમાં અગાઉ પૈસાથી પાસ થતા હોવાની ફરીયાદ ઉઠી હતી ત્યાર બાદ હવે પરીક્ષકો બદલવાનું પ્રકરણ તબીબી આલમમાં ભારે ચર્ચા જગાવે છે.

(3:49 pm IST)