Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ભેળ-પાઉંભાજી, ઢોસા, ચાઇનીઝ-પંજાબીની રેકડી પાસે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ : ૪પ દંડાયા

ફરસાણની, ફાસ્ટ ફૂડ અને પાનના ગલ્લો ધરાવતા વેપારી અને વાહનમાં વધુ મુસાફરો બેસાડી નીકળેલા ચાલકો પણ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ, તા.ર૭ : કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી રહી છે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ રાત્રે કર્ફયુની કડક અમલવારી કરાવી રહી છે જેમાં જુદા જુદા વિસ્તારોમાં ભેળ-પાઉંભાજીની, ઢોસા, ચાઇનીઝ-પંજાબીની લારી તથા ફરસાણ, દૂધની ડેરી અને પાનના ગલ્લા પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ૪પ લોકો સામે કાર્યવાહી કરી છે.

એ-ડીવીઝન પોલીસે મહિલા કોલેજ ચોક પાસેથી મુકેશ દાનાભાઇ ડાભી, કોઠારીયા નાકા ચોક પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા ભાવેશ મગનભાઇ તન્ના, લોધાવાડ ચોક પાસેથી ભગત ગીરીશભાઇ ટમટ્ટા, ત્રિકોણબાગ પાસેથી ધના જીવણભાઇ ડાભી, ગોકળ દાનાભાઇ ડાભી તથા બી-ડીવીઝન પોલીસે સેટેલાઇટ ચોક પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા મીતેશ કાનાભાઇ ઉતેરીયા, સાગર જગદીશભાઇ માલકીયા, રાહુલ અર્જુનભાઇ પરમાર તથા થોરાળા પોલીસે લાખાજીરાજ ઉદ્યોગનર શેરી નં.૪માંથી દુકાન ધરાવતા અનિલ જયેશભાઇ સોઢા, દીપક હીરાભાઇ મકવાણા, કુબલીયાપરામાં ચાની હોટલ બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળનાર મોમ હમીરભાઇ ડાભી, જલગંગા ચોક પાસે કાર્તિક ઢોસા નામની રેકડી પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળનાર અતુલ મનજીભાઇ ભાગોરા, મહાલક્ષ્મી ડેરી નામની દુકાન ધરાવતા મહેશ નામેરીભાઇ સોલંકી, સંતકબીર રોડ પર સદગુરૂ સાનિધ્ય કોમ્પ્લેક્ષમાં રાઘેશ્યામ ડેરી ધરાવતા રવિરાજ રમેશભાઇ મારૂ તથા શિવમ ચાઇનીઝ એન્ડ પંજાબી નામની રેકડી ચલાવતા ચીરાગગિરી બલદેગીરી ગૌસ્વામી તથા ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ પર નટેશ્વર મહાદેવ મંદિર ચોક પાસે નંદરાય ડીલકસ પાનની દુકાન પાસે એકઠા થયેલા નયન નારણભાઇ પીઠીયા, વિશાલ જયેશભાઇ બગડાઇ, અંબાલાલ સવજીભાઇ કવૈયા, આનંદ ગુણવંતભાઇ પરસાણા, કોઠારીયા મેઇન રોડ વિનોદભાઇ શેઠ કોમ્યુનીટી હોલ પસેથી આશિષ દિનેશભાઇ મુંગપરા, ધર્મેશ વલ્લભભાઇ સોજીત્રા, જયદીપ રમેશભાઇ અઘારા, ધવલ સુરેન્દ્રભાઇ મારૂ, પ્રશાંત રમેશભાઇ અઘારા તથા કુવાડવા રોડ પોલીસે સોખડા  ચોકડી પાસેથી મહેશ ધનજીભાઇ સરવૈયા, ધનજી વિનુભાઇ રાઠોડ, નવાગામ આણંદપર રંગીલા સોસાયટી પાસેથી રમેશ ખોડાભાઇ ડોબીયા, ગોરધન ઠાકરશીાઇ શાપરા, તથા આજીડેમ પોલીસે કોઠારિયા પરથી જયદીપ લક્ષ્મણભાઇ રાઠોડ, નીતિન પ્રફુલભાઇ દેવમુરારી, અલ્પેશ ગુણવંતભાઇ ચાવડા, તેજશ પ્રવિણભાઇ ટાંક, શીતળાધાર રપ વારીયા મેઇન રોડ પરથી નીપુ કુમોદરંજનભાઇ મલીક તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર રવેચી હોટલ પાસે પાનની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર મહેન્દ્ર જમનાદાસભાઇ તાજપરા, બેકબોન શોપીંગ સેન્ટર માયાણી ચોક પાસે પાચળ જુલેલાલ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર અરવિંદ અરજણભાઇ ધામેલીયા, કાલાવડ રોડ  કે.કે.વી. ચોક પાસેથી પ્રવિણ ગોરધનભાઇ સોરઠીયા, તથા પ્ર.નગર પોલીસે કલેકટર કચેરી સામે ગણેશ પાન નામની દુકાન પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર સંજય નાનુભાઇ નારવાણી, જંકશન પ્લોટ શેરી નં.પમાં સાંઇ પંજાબી ફાસ્ટ ફૂડ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરનાર પરેશ મગનલાલભાઇ જેઠાણી, જંકશન પ્લોટમાં વરીયા ફરસાણ માર્ટ નામની દુકાન ખુલ્લી રાખનાર જીતેન્દ્ર હરીભાઇ સંચાણીયા, શારદા બાગ ચોક પાસેથી સંજય નંદલાલભાઇ મકવાણા, સીંધી કોલોની મેઇન રોડ પરથી સંજય રમેશભાઇ નંદાણી તથા ગાંધીગ્રામ પોલીસ જામનગર રોડ પરથી ઇકો કારમાં છ મુસાફર બેસાડી નીકળેલા ચાલક મનીષ વિરજીભાઇ તંબોલીયા તથા તાલુકા પોલીસે મવડી ગુરૂકુળની પાછળ શિવમ પાર્કમાં દેવકી પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર મેહુલ ગોબરભાઇ કમાણી, વાવડી ચોકી પાસેથી આયુશ લાલજીભાઇ નાગાણી, કટારીયા ચોકડી પાસેથી જાકીર અજીતભાઇ ઠેબા, વાવડી ચોકી પાસેથી વારીસ બાબુભાઇ ગજેરા, તથા યુનિવર્સિટી પોલીસે રૈયા ચોકડી પાસે શ્યામ પ્લાઝા, એપાર્ટમેન્ટમાં ભગવતી ભેળ એન્ડ પાંઉભાજી નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર ખોડા ભુપતભાઇ કેશુર અને સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર ચોકમાંથી ભીખુગીરી જીવણગીરી ગૌસ્વામીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:44 pm IST)