Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

આવનારી સદી ઇસરો અને ઇન્ડીયાની વૈજ્ઞાનિક સતીષ રાવ

રાજકોટમાં ત્રિ દિવસીય ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલનું શાનદાર ઉદ્દઘાટન

રાજકોટ તા. ર૭ : આજે 'ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ-ર૦ર૦''નું ઉદ્દઘાટન કરી પ્રદર્શનનો પ્રારંભ થયો હતો જેમાં નામાકીંત વૈજ્ઞાનિકોની ઉપસ્થિત છાત્રોને જાતે આકર્ષનું કેન્દ્ર હતું જી.ટી.યુ. ના કુલપતિ ડો. નવીનભાઇ શેઠ, અગ્રણી ઉદ્યોગપતિ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંઘચાલક મુકેશભાઇ મલ્કાણ, ઇસરોના વૈજ્ઞાનીક સતિશ રાવ, રમણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનના ચેરમેન ચંદ્રમૌલી જોષી, એ.વી.પી.ટી.આઇ. એલ્યુમની એસોસીએશનના આર.એલ.તેસીયા, ગોપાલ નમકીનના એકઝીકયુટીવ ડાયરેકટર રાજભાઇ હદવાણી, પુજીત રૂપાણી ટ્રસ્ટના અમિનેષભાઇ રૂપાણી, એ.વી.પી.ટી.આઇના આચાર્ય ડો. એ.એસ.પંડયા અને વી.વી.પી. આચાર્ય ડો. જયેશ દેશકર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એ.વી.પી.ટી.આઇ.ના આચાર્ય ડો. એ.એસ.પંડયાએ તમામ મહેમાોનું શબ્દ સ્વાગત કર્યું.

ઇસરોના યુવા વૈજ્ઞાનિક સતીષ રાવે આ પ્રસંગે ઉદ્દબોધન કરતા જણાવેલ કે આ વિશેષ પ્રસંગ છે કારણ કે વિક્રમ સારાભાઇની ૧૦૦ વર્ષની ઉજવણી, ઇસરોની પ૦વર્ષની ઉજવણી અને મહાત્મા ગાંધીની ૧પ૦ મી વર્ષની ઉજવણીનો આ ત્રિવેણી સંગમ છે. તેમણે વધુમાં જણાવેલ છે કે મંગલયાનના સફળ પરીક્ષણ બાદ ભારતનાં તમામ નાગરીકો ઇસરો પ્રત્યે ઉત્સુક બનેલ છે અને તેને જોવા ઇચ્છે છે પરંતુ સલામતીના કારણોસર તેઓ ઇસરોને નથી જોઇ શકતા આથી ઇસરોએ લોકો સમક્ષ જવાનું શરૂ કર્યું તેમણે ઇસરોની વિવિધ સીધ્ધીઓ જણાવતા કહેલ કે પ૦, વર્ષમાં ઇસરોના દેશના ઉપગ્રહ ઇસરો દ્વારા છોડવામાં આવેલ છે. તેમણે જણાવેલ કે સીગલ મીશનમાં ઇસરોએ ૧૦૪ સેટેલાઇટ છોડેલ છે અને પ્રથમ પ્રયત્ને મંગળ ઉપર સફળ ઉતરાણ કરેલ છેજે રેકર્ડ બની ગયેલ છે તેમણે વધુમાં જણાવેલ કે આ વર્ષ માં ઇસરો સમગ્ર દેશને કવર કરી રહ્યું છ.ેજેમાં ૧૦૦ થી વધુ પ્રદર્શનો ભારતના વિવિધ શહેરોમાં થશે, જેમાં ૧૦૦૦ થી વધુ લેકચર થશે જે પણ ગીનીસ બુકમાં એક રેકર્ડ બનશે.

તેમણે જણાવેલ કે ગત ત્રણ દશકમાં વિજ્ઞાન અને સ્પેસ ક્ષેત્રમાં ઓછા છે પરંતુ આવતા ત્રણ દશકમાં આ નામો ખુબ જ વધારે હશે. તેમણે આશા વ્યકત કરતા જણાવ્યું કે આવતી સદી ઇસરો અને ઇન્ડીયાની છ.ે

સરસંઘચાલક મુકેશભાઇ મલકાણા અને નવીનભાઇ શેઠ પ્રાસંગીક ઉદ્દબોધન કરશે.

સમાપન સંબોધન વી.વી.પી.ઇજનેરી કોલેજનાં આચાર્ય ડો. જયેશ દેશકરે કરેલ હતું. ઇસરો પ્રદર્શન માટે ડાયમંડ સ્પોન્સર ગોપાલ નામકીન, સીલ્વર સ્પોન્સર સારસ થ્રીડી એડટેક પ્રાઇવેશ લીમીટેડ તથા સીલ્વર સ્પોન્સર ટોપર્સ લર્નીંગ એપ, અન્ય સ્પોન્સર કામણીયા ઓવરસીઝ, આકાર એકેડમી, મોદી સ્કુલ ધોળકીયા સ્કુલ ઉત્કર્ષ સ્કુલ, આર.એ.ચેરીટેબલ ટ્રસ્ટ સારથી એજયુકેશન, ડીઝાઇન ઇનોવેશન સેન્ટર, અર્પીત શૈક્ષણિક સંકુલ, ઇનોવેટીવ સ્કુલ, આર.એ.ચેરીટેબલ ટ્રસ્ટ સારથી એજયુકશન, ડીઝાઇન ઇનોવેશન સેન્ટર, અર્પીત શૈક્ષણીક સંકુલ, ઇનોવેટીવ સ્કુલ, નોલેજ પાર્ટનર, એન્ટરપ્રેન્યોર ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા, મીડીયા, પાર્ટનર ૯૪.૩ માય એફ.એમ.નો સહયોગ મળ્યો છે. કાર્યક્રમનું સફળ સંચાલન વી.વી.પી.ઇજનેરી કોલેજનાં ડો. નીરવ મણીયાર તેમજ એ.વી.પી.ટી.આઇ.ના સીનીયર લેકચર આરીત રાઠોડે કરેલ હતી. કાર્યક્રમની પુર્ણાહેતી રાષ્ટ્રગીતના ગાન અને ભારતમાતા કી જય સાથે કરવામાં આવેલ હતી.

પ્રદર્શન તથા કાર્નિવલની સફળતા માટે એ.વી.પી.ટી.આઇ.ના આચાર્ય ડો.એ.એસ. પંડયા, તથા વી.વી.પી.ઇજનેરી કોલેજના આચાર્ય ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ કો-ઓડીનેટર પ્રો.હેમેન્દ્ર ભટ્ટ, પ્રો. પી.એન.જોષી, ડો. અલ્પેશ આડેસરા, ડો. જીજ્ઞેશ જોષી તથા બંને કોલેજોના સમગ્ર કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવેલ છે બન્ને કોલેજોના ૧૬૦ વિદ્યાર્થીઓ ઇસરોના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રદર્શનની જવાબદારી સુપેરે બજાવી રહ્યા છે.

(3:53 pm IST)