Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બ્રિટનની પાર્લામેન્ટમાં કલા પિરસનાર સુપ્રિયા જોષી રાજકોટના શ્રોતાઓને રસતરબોળ કરશે

હરફનમૌલા ગાયક સર્વેશ મિશ્રા પણ જમાવટ કરશેઃ મેન્ડોલીન વાદક કિશોર દેસાઈ મનની સાથે તનને પણ ડોલાવશેઃ સૂરસંસારનો ૪ માર્ચનો કાર્યક્રમ સાથે યશસ્વી ૨૫ વર્ષ પૂર્ણ કરશે

રાજકોટ, તા. ૨૬ : શહેરની મશહુર અને પ્રતિષ્ઠિત એવી જૂના હિન્દી ફિલ્મી ગીતોની સંસ્થા 'સૂર-સંસાર' ૧૫૦ કાર્યક્રમથી યશસ્વી ૨૫ વર્ષ પૂર્ણ કરશે.

'સૂરસંસાર' ધંધાદારી સંસ્થા નથી. સભ્યપદની બધી આવક વિવેકપૂર્ણ રીતે સહભાગીઓ માટે જ ખર્ચાય છે તેમ યાદીમાં જણાવાયુ છે. સંસ્થાનો આગામી ૪થી માર્ચનો કાર્યક્રમ ૧૫૦મો છે. પરંતુ સંસ્થાએ જે બોનસ કાર્યક્રમો આપ્યા છે તે ગણતરીમાં લીધા ન હોવાનું જણાવાયુ છે.

તા.૪ માર્ચ બુધવારના કાર્યક્રમમાં મુંબઈથી બે ટોચના ગાયકો રજૂ થશે. શ્રી સુપ્રિયા જોષી કે જેઓએ લાખો શ્રોતાઓ સમક્ષ તો અવશ્ય પરંતુ બ્રિટનની પાર્લામેન્ટમાં પણ પોતાની કલા રજૂ કરી છે. બીજા છે શ્રી સર્વેશ મિશ્રા. તેઓ હરકનમૌલા ગાયક છે. અમે રફીસાહેબ, મન્ના ડે અને મહેન્દ્ર કપૂરના ગીતો સુપેરે રજૂ કરે છે.

આ બંને ગાયક કલાકારોને સાથ આપશે સૂરસંસારનું નામાંકિત કોરસ વૃંદ કુ.ખ્યાતિ પંડ્યા અને કુ.પૂજા પિત્રોડા પણ ગીતો રજૂ કરશે.

કાર્યક્રમમાં સોનામાં સુગંધ રૂપે રજૂ થશે શ્રી કિશોર દેસાઈ, કિશોરજી ભારતના અગ્રીમ હરોળના મેન્ડોલીન વાદકોમાં એક છે.

વાદ્યવૃંદ આ વેળા ગુજરાતનું મશહુર એવુ શ્રી સંદીપ ક્રિશ્ચિયન અને સાથીદારોનું છે. આ વૃંદની વિશેષતા એ છે કે તેઓ નોટેશન મુજબ જ સંગીત રજૂ કરે છે. શ્રોતાઓને પૂર્ણતાનો એક નવો અનુભવ મળશે. કાર્યક્રમ રાત્રીના ૯:૪૦ કલાકે અવશ્ય શરૂ થશે.

નવા વર્ષના સભ્યપદ માટે નામ નોંધાવવા માટેે ફોન - ૦૨૮૧ - ૨૫૭૭૫૬૩ ઉપર નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયુ છે.

(3:51 pm IST)