Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગરીબ સામાન્ય દર્દીઓ માટે આર્શિવાદરૂપ જી.ટી. શેઠ ઓર્થોપેડીક હોસ્પીટલનો ૩૮માં વર્ષમાં પ્રવેશ

હાડકાના દર્દીઓને અત્યાધુનિક શ્રેષ્ઠ સારવાર આપતી શેઠ ઓર્થોપેડીક હોસ્પીટલ

રાજકોટ તા. ર૬ : સૌરાષ્ટ્ર-કચ્છના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાડકાના દર્દોની અત્યાધુનિક સારવાર અતિ રાહતદરે મળી રહે તેવા એકમાત્ર ધ્યેયને વરેલી શ્રી ગુલાબચંદ શેઠ ઓર્થોપેડીક હોસ્પિટલ તેની સફરના ૩૭ વર્ષ તા.ર૭/ર/ર૦ ના પુર્ણ કરી માનસેવાના ઉમદા ધ્યેયને હાંસલ કરવા ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

હોસ્પિટલ સંપૂર્ણત હાડકાની હોસ્પીટલ છે અને અહી તમામ સારવાર એક છત્ર નીચેજ પ્રાપ્ય છે જેથી દર્દીઓને અન્યત્ર જવાની જરૂર રહેતી નથી અને આજે તે ગુજરાતભરમાં આગવું સ્થાન ધરાવે છ.ે આ હોસ્પિટલના ચાર્જ અને હોસ્પીટલની સરખામણીમાં ખુબ જ ઓછા અને આમ જનને રાહતદાયક છે. આથી આ સેવાનો સ્થાનિક તથા અન્ય સ્થળેથી મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઇ રહ્યા છે.

હોસ્પિટલના આંતરરાષ્ટ્રીય કક્ષાના ૧૦૦ જોઇન્ટ રીપ્લેસમેન્ટ સેન્ટરમાં સ્પેશ્યલ પ્રકારની સર્જરી જેવી કે ઘુંટણ તથા થાપાના સાંધા બદલવા, સ્પાઇન, વાસ્કયુલર, માઇક્રો આર્થોકોપી તથા ઇલીઝારોવ વગેરે સર્જરી કરવામાં આવે છે.

હોસ્પિટલના પ્રાંગણમાં શ્રીમતી કસુંબાબેન કેશવલાલ શેઠ ફીઝીયોથેરાપી કેન્દ્ર કે જેમાં દેશની કોઇપણ શ્રેષ્ઠ હોસ્પીટલમાં હોઇ શકે તેવા ઇલેકટ્રોનીકસ તેમજ અન્ય અદ્યતન સાધનો વસાવાયા છે. ભાઇઓ અને બહેનો માટે કસરતની અલ વ્યવસ્થા પણ સારવાર ખુબજ જ ઓછા દરે આપવામાં આવે છે.

જી.ટી.શેઠ ઓર્થોપેડીક હોસ્પિટલની સેવા પ્રવૃતિઓનો બોલતો પુરાવો તેમાં સારવાર લઇચુકેલા દર્દીઓ છે. હોસ્પિટલની સ્થાપનાથી લઇ ર૦ર૦ જાન્યુઆરી માસ સુધીમાં આશરે કુલ ૧૪,૮૮,૭૦૧ દર્દીઓને ઓપીડી વિભાગમાં જયારે ૯૯,૮૩૦ જેટલા દર્દીઓને ઇન્ડોર વિભાગમાં સારવાર અપાઇ છે.

માનવસેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડનારી અતિ અદ્યતન સુંદર સુવિધાઓ ધરાવતી આ હોસ્પીટલને તમામ વર્ગના દર્દીઓને પોસાય તેવી લોકોપયોગી બનાવવામાં હોસ્પિટલના આદ્યસ્થાપક આજીવન સેવાના ભેખધારી સ્વ.શ્રી હિરાબેન શેઠ, સ્વ.ડો. એ.એસ.સિલ્હર, સ્વ. ડો. રસિકભાઇ શાહ, સ્વ. ડો.એચ.એચ.શાહ, સ્વ.ડો. કુમુદબેન નેને વગેરેનો અમુલ્ય ફાળો છે. દર્દીઓને વર્તમાન સમયમાં ઉપલબ્ધ તમામ આધુનિક સાધનો અનેસુવિધાઓ પ્રાપ્ય બને તે માટે હાલ હોસ્પીટલની ધુરા મેનેજીંગ ઉપલબ્ધ તમામ આુધિનક સાધનો અને સુવિધાઓ પ્રાપ્ય બને તે માટે હાલ હોસ્પીટલની ધુરા મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઇ શેઠ તથા વિશાલભાઇ શેઠ (મુંબઇ) અને ટ્રસ્ટી તથા ઓન. સેક્રેટરી ડો. સુશીલાબેન શેઠ તથા પોપટભાઇ પટેલે સંભાળેછે. આમ ટ્રસ્ટીમંડળ મેનેજીંગ ડિરેકટર, ઓન, તથા ફુલ ટાઇમ સર્જન્સ તેમજ તમામ સ્ટાફ તેના વિકાસ માટે સતત કાર્યશીલ છે  તેમજ દર્દીઓનો જે સહકાર અને પ્રેમ સાંપડેલ છે તે પણ ખૂબ જ અનન્ય છ.ેહોસ્પીટલમાં મેનેજીંગ ડીરેેકટર તેમજ વી.પી.કાછેલા સેવા આપેે છ.ે(

(3:51 pm IST)