Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

સફાઇ કામદારો માટે વિનામુલ્યે સીટી બસ સેવા શરૂ

તંત્ર વાહકોનો આભાર માનતુ રાજકોટ કામદાર યુનિયન

રાજકોટ તા. રપ :.. વર્તમાન પરિસ્થિતિમાં શહેરને સ્વચ્છ રાખવાની વિરાટ જવાબદારી સંભાળી રહેલા સફાઇ કામદારો માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ફરજના સ્થળ સુધી અવર-જવર કરી શકે તે માટે ત્રણેય ઝોનમાં ૯ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ સેવા શરૂ થતા રાજકોટ કામદાર યુનિયને મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકોનો આભાર માન્યો હતો.

આ અંગે રાજકોટ કામદાર યુનિયનની યાદીમાં જણાવ્યા મુજબ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સફાઇ કામદારો માટે બસની સુવિધા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. સફાઇ કામદારોના અવર-જવરની સમસ્યાનો અંત આવતા મહર્ષિ વાલ્મીકિ યુવા સેવા ટ્રસ્ટનાં પ્રમુખ - પારસ બેડીયા, ઠકકર બાપા વાલ્મિકી સંગઠન સમિતિ પ્રમુખ ભરતભાઇ વાઘેલા તથા ખજાનચી જીજ્ઞેશ ચૌહાણ દ્વારા તંત્ર અને શાસક પક્ષનો આભાર માનવામાં આવ્યો હતો.

(3:50 pm IST)