Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

નાગર બોર્ડીંગ ખાતે કોંગ્રેસ દ્વારા ધમધમતુ રસોઇ ઘર : દરેક વોર્ડમાં જરૂરીયાતમંદોને કાર્યકરો ભોજન પુરૂ પાડે છે

રાજકોટ : વિશ્વવ્યાપી કોરોનાની મારામારીમાં કોંગ્રેસ દ્વારા ડો.હેમાંગભાઇ વસાવડા, મુકેશભાઇ ચાવડા, ડો. રાજદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ૩ મે સુધી નાગર બોર્ડીંગ ખાતે રસોઇ ઘર ચાલુ છે. યુથ કોંગ્રેસ દ્વારા શહેરના વોર્ડ નં. ૧ નાણાવટીચોક, માધાપર ચોકડી, વોર્ડ નં. ૩ હુડકો કવાટર્સ, સંતોષીનગર, પોપટપરા, વોર્ડ નં. ૪ ગણેશનગર, ભગવતીપરા, આજી ડેમ ચોક, વોર્ડ નં. ૭ કોલેજવાડી, સદર બજાર, કલ્યાણ પાર્ક, મનહર પ્લોટ, ઉદ્યોગનગર વોર્ડ નં. ૯ સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં. ૧૦ આંબેડકર  નગર, નાના મવા, વોર્ડ નં. ૧૭ અટીકા-ઢેબર રોડ, વોર્ડ નં. ૧૮ કોઠારીયા સોલ્વન્ટ વિગેરે વિસ્તારમાં રસોઇ ઘરથી ભોજન પ્રસાદ જઇ રહ્યો છે. વિસ્તારમાં ત્યાંના કાર્યકરો ભોજન પ્રસાદ  રસોઇઘરથી લઇ જાય છે અને સાંજના ૬થી ૭-૩૦ ભોજન પ્રસાદ વિતરણ થઇ જાય છે. કોંગ્રેસની ટીમ પણઆજ ભોજન પ્રસાદ લ્યે છે. આ સેવાયજ્ઞમાં ડો. હેમાંગભાઇ વસાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મુકેશભાઇ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, પ્રદીપભાઇ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, સંજયભાઇ લાખાણી, અર્જુનભાઇ ખાટરીયા, હિતેશભાઇ વોરા, ચુનીસભાઇ જુણેજા, સુરજ ડોર, મયુરભાઇ વાંક, યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદભાઇ ટાંક, નીતિનભાઇ ભંડેરી, અમીતભાઇ પટેલ, ભાવેશભાઇ વાઘેલા, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, રવિજીત્યા, નીલરાજ ખાંચર, મુકેશભાઇ મકવાણા, દિપકભાઇ કલોરીયા, ભાવેશભાઇ કલોરીયા, જતીનભાઇ, દેવ ગજર, ભાવીન ટાંક, સિદ્ધાર્થ વાઘેલા, નવાબ, આશીષ સુહાણ, ધર્મેશ વાઘેલા, વિરાટ વાઘેલા, જીત, અમન, અશરફભાઇ, મનીષભાઇ જીતીયા, રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મનીષાબા વાળા, પ્રતિમાબેન વ્યાસ, પ્રફુલાબેન ચૌહાણ, ડેમીબહેન ગોહલ, હીરલ રાઠોડ, રંજનબેન કાજીયા, શહેનાજબેન શેખ, નીતાબેન મોડાસા, રાજકોટ શહેર કોંગ્રેસ ફરીયાદ સેલના ચેરમેન આશીષસિંહ વાઢેર, રાજુભાઇ માંડલીયા, હિતેશભાઇ મહેતા, ધમભા પરમાર, રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના ચેરમેન ભાવેશભાઇ ખાચરીયા, કિશોરસિંહ જાડેજા તથા સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસ સોશીયલ મીડીયાના ડીપાર્ટમેન્ટના કમીટી મેમ્બર જીજ્ઞેશભાઇ વાગડીયા તથા રાજકોટ શહેર હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટી કોંગ્રેસ ચેરમેન કાળુભાઇ ચુડાસમા, મંત્રી ઘનશ્યામભાઇ મકવાણા, ગીતાબેન , રંજનબેન તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમીતિના કૃષ્ણદત રાવલ, કેતનભાઇ જરીયા, અમીતભાઇ રવાણી વિગેરે કોંગ્રેસના આગેવાન જહેમત ઉઠાવી રહ્યા છે.  મહેશભાઇ રાજપૂત અને રજતભાઇ સંઘવીએ રસોઇ ઘરની મુલાકાત લીધી હતી.

(3:46 pm IST)