Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

માધાપર સમ્પના સુપરવાઇઝર પર ૪ શખ્સોનો પાઇપ-લાકડીથી હુમલો

મહેશ ડાભીને નોકરીમાંથી હાંકી કાઢતા ઉશ્કેરાયો

રાજકોટ તા. ૨૫: માધાપરમાં આવેલા સમ્પ ખાતે સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં મુળ હરિયાણાના હરિશભાઇ લક્ષમણભાઇ સિંઘ (ઉ.૪૬)ને અહિ જ સફાઇ કામગીરી કરતાં મહેશ ડાભી તથા સાથેના સુનિલ હીરા ડાભી, રઘો, રાજુ સહિતનાએ ઝપડો કરી લોખંડના પાઇપ અને લાકડીથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

મહેશને સમ્પમાં હંગામી ધોરણે નોકરીએ રાખવામાં આવ્યો હતો. પણ તે બરાબર કામ કરતો ન હોઇ તેને નોકરીમાંથી કાઢી મુકાતાં સાંજે તે, તેનો ભાઇ સહિતના આવ્યા હતાં અને હુમલો કરી ભાગી ગયા હતાં. ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)