Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનું એલાન સામે રાજકોટ-સૌરાષ્ટ્રમાં વિરોધઃ દુકાનો ખુલ્લી રહેશેઃ ડવ

આવા સમયે અમે તંત્રની સાથે છીએઃ પ્રહલાદ મોદીના એલાનને સૌરાષ્ટ્રના દુકાનદારોએ વખોડી કાઢયું

રાજકોટ તા. રપઃ સમગ્ર રાજયમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ આ હડતાલમાં સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજના દુકાનદારો જોડાશે નહિં તેમ પુર્વ કોર્પોરેટર અને રાજકોટ સસ્તા અનાજ દુકાનદાર એશોસીએશનનાં પ્રમુખ નરેન્દ્ર ડવે જણાવ્યું હતું.

આ અંગે નરેન્દ્ર ડવે જણાવ્યું હતું કે, રાજયના સસ્તા અનાજ દુકાનદાર એશોસીએશનનાં પ્રમુખ પ્રહલાદ મોદી દ્વારા સમગ્ર રાજયમાં સસ્તા અનાજ દુકાનદારોની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ આ એલાનનો સૌરાષ્ટ્રનાં તમામ દુકાનદારોએ વિરોધ કર્યો છે. અને રાબેતા મુજબ આજે દુકાનો ખોલી કામગીરીમાં જોડાયા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિમાં તંત્રની સાથે છીએ. અત્રે નોંધનીય છે કે, આજથી સમગ્ર રાજયમાં અંત્યોદય અને એપીએલ-૧નાં કાર્ડધારકોને રાશન આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે.

(11:33 am IST)