Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

લોકડાઉનમાં થયેલ સેવા કાર્યોની ઇ-બુકનું કાલે નીતિનભાઇ હસ્તે લોન્ચીંગ

કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ થશે

રાજકોટ,તા. ૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે તા. ૨૫ના જનસંઘના પંડિત દીનદયાલ ઉપાધ્યાજીનો જન્મદિવસ છે. ત્યારે તેના સાદગીભર્યા વિચારો અને તેની રાષ્ટ્રનિષ્ઠાનું લોકોમાં સિંચન થાય તેવા આશયથી શહેર ભાજપ દ્વારા લોકડાઉન દરમ્યાન વોર્ડમાં અનેકવિધ સેવાકાર્યોની પ્રવૃતિઓના ફોટોગ્રાફસભર માહિતીનું વોર્ડવાઇઝ સચિત્ર નિરૂપણ કરતી ઇ-બુંકનું લોન્ચીંગ સાંજે ૫:૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના હસ્તે કરાશે.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ઇ-બુક ઇન્ચાર્જ નીતીન ભુત, સહાયક રાજન ઠક્કર સહીતના સાથે સોશ્યલ મીડીયા ટીમ ઉપસ્થિતી રહી કાર્યકર્તાઓને વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઇ-બુકનું લોકાપર્ણ કરશે. આ ઇ-બુક લોન્ચીંગ કાર્યક્રમને કાર્યકર્તાઓને નિહાળવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અનુરોધ કરેલ છે. શહેર ભાજપ કાર્યાલય ખાતેથી આ કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી સંભાળી રહ્યા છે.

(4:05 pm IST)
  • ચાઇના સાથે વધતાં ઘર્ષણ વચ્ચેના સરહદ પર સૈન્યની સરળ હિલચાલ માટે તૈયાર થયા 43 પુલો - રાજનાથ સિંહ ઉદ્ઘાટન કરશે : તમામ પુલો બીઆરઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પુલોનું ઉદઘાટન કરશે : આ સાથે રાજનાથસિંહ તવાંગ જતી ટનલનો શિલાન્યાસ પણ કરશે : આ સાથે 3 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી રોહતાંગ (અટલ) ટનલનું ઉદઘાટન કરશે access_time 8:40 am IST

  • હૈદ્રાબાદની ટીમમાં જેશન હોલ્ડરનો સમાવેશ :સનરાઈઝ હૈદ્રાબાદનો ઓલરાઉન્ડર મિચેલ :માર્શને પગની ઘૂંટીની ઈજા થતા આઈપીએલમાંથી આઉટ : તેના સ્થાને વિન્ડીઝના ઓલરાઉન્ડર જેશન હોલ્ડરનો ટીમમાં સમાવેશ access_time 2:53 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST